


મોરબી એલસીબી ટીમમાં ફરજ બજાવતા નંદલાલભાઈ વરમોરાનો આજે જન્મદિવસ છે. તા. ૦૮-૦૪-૧૯૭૭ ના રોજ જન્મેલા નંદલાલભાઈએ આજે જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરીને ૪૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
મૂળ મુળી તાલુકાના વીરપર ગામના વતની અને મોરબીને કર્મભૂમિ બનાવનાર નંદલાલભાઈ વરમોરા મોરબી એલસીબી ટીમમાં ફરજ બજાવી રહ્યા છે. એલસીબી ટીમના અનેક દિલધડક ઓપરેશન ગ્રુપમાં તેઓ સાથે જોડાયેલા રહ્યા છે તો ગુન્હાખોરીને નાથવાના ઉદેશ્ય સાથે તેઓ એલસીબી ટીમમાં કર્તવ્યનું પાલન કરી રહ્યા છે
આજે તેમના જન્મદિવસ પ્રસંગે મોરબી એલસીબી ટીમ, પોલીસ પરિવાર, સગા સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

