Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ વિજયભાઈ લોખીલનો આજે જન્મદિવસ

તારીખ: 06/08/1980 ના રોજ જન્મેલા વિજયભાઇ લોખીલ કે જેઓને સૌ કોઈ “વિજયશ્રી” ના હુલામણા નામે ઓળખે છે. તેઓનો આજે જન્મદિવસ છે. આજે 38 વર્ષ પૂર્ણ કરીને 39 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

નાનપણથી જ રાષ્ટ્રભક્તિના રંગે રંગયેલા વિજયભાઇ લોખીલ (વિજયશ્રી) નાની ઉંમરથી જ સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરે છે. તેમજ વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ સેવા આપે છે. તદોપરાંત તેઓ રાજકીય ક્ષેત્રે પ્રભારી તરીકે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. સાથે સાથે જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે અને ઉપપ્રમુખ તરીકે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પણ જવાબદારી સફળતા પૂર્વક નિભાવી રહ્યા છે. ગૂગલ (GOOGLE) માં વિજય લોખીલ વિજયશ્રી (VIJAY LOKHIL VIJAYSRI) લખીને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાથી તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ રાજકીય પ્રવૃતિઓના અને સમાજ સેવાના તમામ વિડીયો અને ફોટાઓ તેમજ સોશીયલ મીડિયાના તમામ અપડેટ જોઈ શકાય છે.

તેઓની સમાજ સેવા તેમજ રાજકીય પ્રવૃતિઓની નોંધ લઈને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબ દ્વારા તેઓને જન્મદિવસની “શુભેચ્છા” પત્ર અને જન્મદિવસના કાર્ડ દ્વારા વ્યક્તિગત રીતે આપવામાં આવેલ છે. મોરબી જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને તેઓના કાર્યો અને પ્રવૃતિઓ પ્રત્યે ખૂબ માન અને ગૌરવ છે. તેથી તેઓની સતત સક્રિયતાના કારણે રાજકીય અને બિન રાજકીય સૌ કોઈ તેઓને ભાજપના “ભેખધારી” તરીકે સંબોધે છે. તેઓ સૌ કોઈના પ્રિય હોય તેઓને તેમના મોબાઈલ નંબર 9825151966 ઉપર જન્મદિવસ માટે અભિનંદનની વર્ષા થઈ રહી છે. ત્યારે જીલ્લા ભાજપ પરિવાર, તેમનો પરિવાર-મિત્રો અને સ્નેહીઓ તેમજ મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

Comments
Loading...
WhatsApp chat