મોરબીમાં માતૃભુમી ટ્રસ્ટ દ્વારા તિથી અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણી

મોરબી માતૃભુમી વંદના ટ્રસ્ટના મહેશભાઈ પરષોતમભાઈ ભોરણીયાના જન્મદિવસની ભારતીય કાલગણના અનુસાર તથા ભારતીય પરંપરા પ્રમાણે અનોખી ઉજવણીનું આયોજન મોરબીના થોરાળા ગામે કરવામાં આવ્યું હતું

ભારતીય કાલગણના વિશ્વની સર્વાધિક ગણિતનાં સુક્ષ્મ અવલોકન દ્વારા શુદ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિ બનેલ છે ભારતીય કાલગણના સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહો અને સૂર્યમંડળ સહિતની ગતિની ગણતરી ધ્યાનમાં લઈને સમયના સુક્ષ્મતમ એકમથી માંડીને સમયનો મોટા એકમો સુધી બનાવેલ છે સમયનો નાનો એકમ એટલે સેકન્ડના ૩૭૧૪૬ મો ભાગ તથા મોટો એકમ એટલે કલ્પ જેમાં ચાર કરોડ, બત્રીસ લાખ વર્ષનો સમાવેશ થાય છે

જયારે ગ્રેગોરીય કેલેન્ડર એટલે કે અત્યારનું ઈ.સ. વાળું અંગ્રેજી કેલેન્ડર કનિષ્ઠ, ખામીઓથી ભરેલ છે અત્યાર સુધીના ૨૦૧૮ વર્ષના ઇતિહાસમાં આં કેલેન્ડર ગણતરીની ગરબડોને કારણે ત્રણથી ચાર વાર બદલાવેલ છે ત્યારે આપણી તિથી અનુસાર શુદ્ધ ભારતીય કાલગણનાને ભૂલીને આપણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે તહેવારો કે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ જે ગુલામીની નિશાની છે

ત્યારે માતૃભુમી વંદના ટ્રસ્ટ કાર્યકર્તાઓને તેમના અને પરિવારજનોના જન્મદિવસ ભારતીય કાલગણના અનુસાર તિથી પ્રમાણે ઉજવવાનું નક્કી કર્યું છે તથા પશ્ચિમીકરણની પરંપરા કેક કાપીને નહિ પણ યજ્ઞ કારીને ભારતીય પરંપરા અનુસાર ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધી રહ્યા છે ત્યારે જે કોઈને પોતાની જન્મ તારીખ અનુસાર તિથી જાણવી હોય તેને માતૃભુમી વંદના ટ્રસ્ટના વ્હોટસ એપ નંબર ૯૮૨૫૬ ૨૧૨૧૪ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat