

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના આધેડે પોતાના જન્મદિવસની ઉજવણી પ્રજ્ઞાચક્ષુઓ સાથે કરી હતી અને પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી તેમજ સંસ્થાને ભેટ આપીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી
મોરબીના રહેવાસી મીઠાભાઈ ગોવિંદભાઈ સોનગ્રા દર વર્ષે પ્રજ્ઞાચક્ષુઓ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરતા આવે છે અને તાજેતરમાં તેનો જન્મદિવસ હોય લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં જન્મદિવસ ઉજવાયો હતો જ્યાં કેક કાપીને પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોને ભોજન કરાવ્યું હતું તેમજ સંસ્થાને ૫૦૦૦ રૂપિયા ભેટ આપી હતી મીઠાભાઈ સોનગ્રા પોતા અપંગ છે અને ખેતીવાડી તેમજ જમીન મકાન લે વેચ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે મીઠાભાઈ દ્વારા પરિવાર સાથે પ્રજ્ઞાચક્ષુ સંસ્થા સાથે જન્મદિવસની ઉજવણી કરીને અન્યને પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે



