વરમોરા પરિવારનું પ્રેરણાદાયી કાર્ય, રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસની ઉજવણી

આજે જન્મદિવસમાં પાર્ટી કરીને મોટી રકમનો ધુમાડો કરવામાં આવતો હોય છે ત્યારે જન્મદિવસ જેવા શુભ દિવસને સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવીને મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિ જૂથના વરમોરા પરિવારે પ્રેરણા પૂરી પાડી છે.

વરમોરા ગ્રેનાઈટો પ્રા. લીમીટેડના ડીરેક્ટર રમણભાઈ વરમોરાના પુત્ર હિરેનભાઈ વરમોરાનો આજે જન્મદિવસ હોય જે દિવસની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવાનું પરિવારે નક્કી કર્યું હતું અને વરમોરા પરિવાર દ્વારા આજે સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર સંસ્કાર ઇમેજિંગ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું હિરેનભાઈના જન્મદિવસ પ્રસંગે પ્રેમપ્રકાશ સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા

તો રક્તદાન કેમ્પમાં વરમોરા પ્રાઈવેટ લીમીટેડના તમામ ડાયરેક્ટર અને કર્મચારીઓએ રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો ડો. દિલીપભાઈ ચૌહાણની ટીમે કેમ્પની કામગીરી સાંભળી હતી કેમ્પના અંતે ૧૭૮ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat