બ્રિલીઅન્ટ સ્કૂલ ચરાડવા ખાતે વાર્ષિકોત્સવ બાલ ટહુકાર 2019 યોજાયો

ચરાડવા ખાતે આવેલી બ્રિલીઅન્ટ સ્કૂલ ખાતે વર્ષીકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ બાલ ટહુકાર 2019 ના આયોજન પાછળનો ખાસ હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખિલાવવાનો તથા બાળકોનો સ્ટેજ ફિયર દૂર થાય તે હતો.

જેમાં બાળકોએ સ્ફૂર્તિ તથા જેમ અને જુસ્સા સાથે યોગ, આર્મી જેવી વિવિધતા પૂર્ણ કૃતિઓ રજુ કરી દરેક દર્શકોને એક ચિત્તે જોતા કરી દીધા હતા. સાથે સાથે આ કાર્યક્રમમાં સિલ્ડ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ બાલ ટહુકાર 2019માં મોરબી જિલ્લાની તમામ શાળાના સંચાલકો તથા આજુ બાજુના 20 થી પણ વધુ ગામના 5000 થી પણ વધુ વાલીઓ અને અન્ય સ્કૂલ પ્રેમીઓ પધાર્યા હતા. આ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સંસ્થાના પ્રમુખશ્રી તથા પ્રિન્સિપાલશ્રી લલિતભાઈ રાજપરા અને ધર્મેન્દ્રભાઈએ તમામ સ્ટાફગાન અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..

Comments
Loading...
WhatsApp chat