


મોરબી તાલુકાના બીલીયા, બરવાળા,બગથળા અને ખાખરાળા ગામ નજીક આવેલા શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવની ધામધૂમથી પુર્ણાહુતી કરવામાં આવી છે.
બિલેશ્વર મહાદેવ મંદિરે ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવમાં ગૃહ શાંતિ, મંડપ પ્રવેશ તેમજ બીજા દિવસે પ્રાત પૂજા, જલ યાત્રા, નગર યાત્રા, મહા અભિષેક, શોભાયાત્રા જેવા કાર્યક્રમો યોજાયા હતા તેમજ અંતિમ દિવસે મૂર્તિ સ્થાપના, શ્રીફળ હોમ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવમાં તમામ ચાર ગામો સમસ્ત જોડાઈને ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્ણ રીતે મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં રાસ ગરબાની રમઝટ અને સમસ્ત ગામો ધુમાડાબંધ પ્રસાદનો લ્હાવો લીધો હતો અને ત્રણ દિવસીય મહોત્સવની રવિવારે પુર્ણાહુતી કરવામાં આવી હતી

