


મોરબીના સાંમકાઠ વિસ્તારમાં રહેતા યુવાન ના ઘર પાસેથી તસ્કરો રૂપિયા ૪૦ હજાર ની કિંમત નું બાઈક હકારી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીના સાંમકાઠ વિસ્તારમાં રુષભ નગર માં રહેતા નિખિલ શુકલ નામના યુવાને પોતનું બાઈક નમ્બર જી.જે ૩ જે. ૦૪૦૩ જેની કિંમત રૂપિયા ૪૦ હજાર ઘરની બહાર ગત તારીખ ૧૨ ના રોજ સાંજે પાર્ક કર્યું હતું તે ત્યાંથી ગાયબ હતું આજુબાજુ તપાસ કરતા ન મળતા તેમણે તે બાઈક ચોરી થયા ની બી ડિવિઝન માં ફરિયાદ નોંધાવી છે જેની વધુ તપાસ એ.બી.જાડેજા ચલાવી રહ્યા છે

