


મોરબી પંથકમાં વાહનચોરી કરતી ગેંગ સક્રિય હોય તેમ વાહનચોરીના અનેક કિસ્સાઓ ચમકતા રહે છે જેમાં વધુ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના વિજયનગરમાં રાધેક્રિષ્ના સ્કૂલ નજીક રહેતા અરવિંદભાઈ શીવાભાઈ સરડવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું હીરો હોન્ડા મોટરસાયકલ નં જીજે ૩૬ જે ૯૬૮૭ કીમત રૂપિયા ૪૦,૦૦૦ વાળું કોઈ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી છે. મોરબીમાં વધુ એક બાઈક ચોરી અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

