

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીમાં વધુ એક અકસ્માત શનિવારે મોડી સાંજે સર્જાયો હતો જેમાં મોરબી વાંકાનેર હાઈવે પરથી જતું બાઈક સ્લીપ થતા બાઈક સવાર યુવાનનું મોત થયું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેતપર રોડ પરના લેક્મી સિરામિક ફેકટરીમાં મજુરી કરતા અનિલભાઈ બુદાભાઈ આદિવાસીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે જેતપર બેલા રોડ પરની લેક્મી સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતો જીતેન્દ્ર મદનલાલ આદિવાસી (ઉ.વ.૨૦) નામનો યુવાન મોટરસાયકલ નં જીજે ૦3 બીપી ૭૦૧૩ લઈને મોરબી વાંકાનેર હાઈવે પરથી જતો હોય ત્યારે બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચી હતી અને બાઈક સવારનું મોત થયું છે જયારે ફરિયાદી યુવાનને હાથમાં ઈજા પહોંચી છે



