મોરબીમાં “વિશ્વ મેલેરીયા દીવસ” નિમિતે બાઈક રેલી યોજાઈ, જુઓ વિડીયો

મોરબી જીલ્લાના તમામ તાલુકાઓ માં મેલેરીયા અંગે જનજાગ્રુતી લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નાં સંદેશા અંગે લોકો ને જાણકારી આપવાના હેતુ થી જીલ્લાનાં કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો માં વિશ્વ મેલેરીયા દીવસ ઉજવણી નાં ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં અવાયું હતું.

જીલ્લા પંચાયત મોરબીનાં પદાધીકારીશ્રીઓ/ અધીકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ દ્વારા – જીલ્લા પંચાયત મોરબી, (ગીબ્સન સ્કુલ મોરબી- રેલ્વેસ્ટેશન પાસે) થી તાલુકા સેવા સદન-ગેંડાસર્કલ થી પરત વી.સી.ફાટક-ગેસ્ટહાઉસ રોડ-નગરદરવાજા-સીવિલ હોસ્પીટલ-વિજય ટોકીઝ – ડો.તખ્તસિહજીરોડ-સુપરટોકીઝ-રેલ્વેસ્ટેશન રોડ-જીલ્લા પંચાયત મોરબી – સુધી લોકોમાં જન જાગ્રૂતી લાવવા નાં હેતુથી સુત્રોચાર સાથે એક બાઇક રેલી યોજી હતી.

આ બાઇક રેલીમાં જીલ્લા કલેકટર આર.જે.માકડીયા , જીલ્લા વિકાસ અધીકારી એસ.એમ.ખટાણા , મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમીતી નાં ચેરમેન કિશોરભાઇ ચીખલીયા, એ લીલીજંડી આપી રેલી ને પ્રસ્થાન કરાવ્યું હતું

તેમજ આ તકે જીલ્લા મેલેરીયા અધીકારી ડો. સી.એલ.વારેવડીયા , ઇ.એમ.ઓ. ડો.જય નિમાવત , વહીવટી અધીકારી જોષી ,જીલ્લા પંચાયત નાં અન્ય અધીકારીઓ-પદાધીકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ વગેરે રેલીમાં જોડાયા હતા.મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.એસ.જી.લકકડ તેમજ જીલ્લા મેલેરીયા અધીકારી ડો.સી.એલ.વારેવડીયા- મોરબી જીલ્લા નાં તમામ લોકો મેલેરીયા અંગે જાગ્રૂતી કેળવે અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ ને સફળ બનાવવાં સાથ સહકાર આપે તે માટે અપીલ કરી હતી.

જુઓ વિડીયો …………

Comments
Loading...
WhatsApp chat