ગાડીના કાચ ફોડી હજારો રૂપિયા લઇ બાઈક સવારો ફરાર

મોરબી પંથકમાં બે દિવસ પૂર્વે ઉદ્યોગપતિની કારનો કાચ ફોડી ત્રિપલ સવારી બાઈક પર આવેલા ઈસમો ગાડીમાંથી હજારો રૂપિયાની રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થાય છે જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોય પોલીસે વધુ તપાસ ચલાવી છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના એક ઉદ્યોગપતિ પોતાની કારમાં રોકડ રકમ લઈને નીકળ્યા હોય જેનો પીછો કરી બાઈકમાં આવેલા ત્રણ ઈસમો અયોધ્યાપુરી રોડ પર ગાડી પાર્ક કરી ઉદ્યોગપતિ કામ સબબ ગયા હોય જે દરમિયાન ગાડીનો કાચ ફોડી ગાડીમાં રહેલા ૫૦,૦૦૦ રોકડની ઉઠાંતરી કરી બાઈકસવાર ઈસમો નાસી ગયા હતા જે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપીઓ કેમેરામાં કેદ થયા હોય જેને આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે જોકે આ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી તો ઘટના બાદ સિરામિક એશો દ્વારા પણ ઉદ્યોગપતિઓને જાગૃતિ માટે સંદેશાઓ ફોરવર્ડ કરવામાં આવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat