


મોરબીની પી.જી પટેલ કોલેજ માં “મોટિવેશન ટોક” નું આયોજન કરવા માં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજ સ્ટાફે ભારે કાર્યક્રમને સફળ બનવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મોટીવેશન ટોક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે મોરબી માં આગવી ઓળખ અને મેન્જમેન્ટ ગુરુ ની નામના ધરાવતા દિગંતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર માં પોસીટીવ થીંકીંગ, સાચા અને સમયસર લીધેલા નિર્ણય કેવી રીતે જીવન બદલી શકે છે ? જેવા અનેક વિષયો વિષે દિગંતભાઈ ભટ્ટે વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યકર્મ માં ખુબ મોટી સંખ્યા માં વિધાર્થીઓ સહીત સાહિત્ય રસિક ઘનશ્યામભાઈ ડાંગર, યોગેશભાઈ પંડ્યા, યુવા બિઝનેશમેન દિનેશભાઇ અને પિયુષભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના અંતે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્રભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યકર્મ ને સફળ બનાવવા માટે આચાર્ય રવીન્દ્રભાઈ ભટ્ટ સહિતના કોલેજસ્ટાફે જહેમત ઉઠાવી હતી.

