હળવદ પ્રાથમિક શાળા નં ૧ માં બેદિવસીય મોડલ રોકેટરી વર્કશોપ યોજાયો

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, હળવદ અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે ટીકર પ્રાથમિક શાળાનં 1 ના પ્રાંગણમાં બે દિવસીય મોડલ રોકેટરી વર્કશોપ નુ આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં પ્રથમ દિવસે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નાં હોદ્દેદારો  વિપીનભાઈ પટેલ પ્રોજેક્ટ ઓફીસર, અવિકદાસ ગુપ્તા પ્રોજેક્ટ એસોસિએટ,  તુલિયાબેન CP – પોગ્રામ ઓફીસર દ્વારા ધોરણ 8 નાં 50 બાળકો બાળકોને Model Rocketry (નાનુ રોકેટ) બનાવતા તથા તેની પાછળ કાર્ય કરી રહેલા  વૈજ્ઞાનિક કારણ ને સમજાવવાના આવ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સેટેલાઈટ, અેસ્ટ્રોનોમી થી પરીચિત કરવા,  બાળકો વિજ્ઞાન પ્રત્યે રસ દાખવતા થાય, વૈજ્ઞાનીક દ્રષ્ટિ કેળવતા થાય,  ખગોળશાસ્ત્ર માં રસ લેતા થાય અને  નવી સર્જનાત્મક વિચારશ્રેણી ઉદ્દભવે તે માટે સૌ પ્રથમ પ્રેજેન્ટેશન દ્વારા બાળકો ને રોકેટ ની કાર્ય રચના /કાર્ય પ્રણાલી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. રોકેટનુ ઉદ્દભવન  ISRO / NASA/ ISS  (INTERNATIONAL SPACE STATION) જેવી રીસર્ચ સંસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ 10/10 ના ગ્રુપ બનાવી ને બાળકો દ્વારા ડેમો રોકેટ બનાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં ધોરણ 8 નાં બાળકોની સાથે FO – શ્રેયસ ભાઈ, CF – ધર્મિષ્ઠાબેન હડીયલ, CF – તસ્લિમબેન મુલ્તાની, CF – નિલેશભાઈ ટીકરાણા, સાયન્સ/મેથ્સ નાં GT – ચેતન ભાઈ, GT – પ્રકાશ ભાઈ સહિતના જોડાયા હતા.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, હળવદ અને વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદ સહયોગથી પ્રાથમિક શાલા નં 1 નાં પ્રાંગણમાં યોજાયેલ બે દિવસીય MODEL ROCKETRY WORKSHOP નાં બીજા દિવસે   બાળકો દ્વારા બનાવવામાં આવેલા રોકેટનું બાળકો દ્વારા જ લોંચીગ કરવામાં આવ્યુ હતુ.જેમાં શાલા પરીવારનો સ્ટાફ અને  વાલીઓ. તેમજ મારી શાલા પ્રોજેક્ટ પરીવારનાં સભ્યોમાં LF/CF/LLF/FO/હસમુખ ભાઈ/ અયુબ ભાઈ ઉત્સાહભેર જોડાયા હતા. ત્યાર બાદવિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ નાં સભ્યો દ્વારા પોતાનાં બે દિવસ નાં પ્રતિભાવો જણાવ્યા હતા.

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, હળવદ નો આભાર માન્યો હતો, તથા શાળાને કિટ (લાઉન્ચર કીટ) અપર્ણ કરી હતી.  ભાગીદાર થયેલ દરેક વિદ્યાર્થિઓને વિક્રમ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ તરફથી પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.આચાર્ય સુરાણી સાહેબે પણ શાળામાં નવા નવા કાર્યક્રમો કરવા ને નવુ શિખવવા માટે  પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, હળવદ નો આભાર માન્યો હતો.

 

 

 

Comments
Loading...
WhatsApp chat