


વિશ્વ સાયકલ દિવસ નિમિતે આજે પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાયકલ રેલી યોજાઈ હતી જેમાં વિવિધ બેનરો દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
૧૯ એપ્રિલના દિવસને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ સાયકલ દિવસ નિમિતે સાયકલ બચાવો, પ્રદુષણ અટકાવો, પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને પ્લાસ્ટિક ઉપયોગ અટકાવી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે યોજાયેલી સાયકલ રેલી યોજવામાં આવી હતી
જે સાયકલ રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને વિવિધિ બેનરો દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ બચાવવા માટે યોજાયેલી સાયકલ રેલીમાં વકીલો, ડોક્ટર, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

