મોરબીના મહિલા પોલીસકર્મી ભૂમીબેન પટેલ માઉન્ટ એવરેસ્ટ પર્વતની ૮૦૦૦ મીટર ઉંચાઈ સુધી પહોંચ્યા


મોરબીમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી ભૂમીબેન પટેલ વિવિધ સ્પોર્ટ્સમાં કાઠું કાઢી રહ્યા છે અને હવે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળી પડ્યા હોય જેઓએ માઉન્ટ એવરેસ્ટ પર્વતનું ૮૦૦૦ મીટર સુધીની ઉંચાઈ સુધી પહોંચી ગયા હતા
મોરબીના મહિલા પોલીસકર્મી ભૂમીબેન પટેલ ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં અનેક વખત ગોલ્ડ મેડલ જીત્યા છે તે ઉપરાંત પોલીસ પરિવારની વિવિધ સ્ટેટ લેવલની સ્પર્ધાઓમાં પણ તેઓ વિજેતા બન્યા છે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ જીતી તેઓ અનોખો રેકોર્ડ સર્જી ચુક્યા છે અને હવે તેઓએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો સંકલ્પ કર્યો હોય જેથી તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળી પડ્યા હતા
ભૂમીબેન પટેલ માઉન્ટ એવરેસ્ટ ૮૦૦૦ મીટર ઉંચાઈ સુધી પહોંચી ગયા હતા અને બાદમાં હવામાન અતિ ખરાબ થઇ ગયું હતું તેમજ તેમના ગ્રુપમાં રહેલ ચાર વ્યક્તિના મોત પણ થઇ ચુક્યા હતા જેથી ગાઈડ શેરપાએ પાછા વળી જવાની સલાહ આપી હતી અને ૮૦૦૦ મીટર સુધી પહોંચી ભૂમિબેને અનોખો કીર્તિમાન સર્જ્યો છે તેમજ મોરબી જીલ્લાનું અને પોલીસ પરિવારનું ગૌરવ વધાર્યું છે