Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ૨ સબ સ્ટેશનના ભૂમિપૂજન અને ૪ સબ સ્ટેશનનું લોકાપર્ણ કરાયું

મોરબીમાં હરણફાળ ભરી રહેલા સિરામિક ઉદ્યોગની જરૂરીયાતને પહોંચી વળવા માટે નવા સબ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા હોય જેમાં આજે ૬૬ કેવીના ૨ સબ સ્ટેશનનું ભૂમિપૂજન અને ૬૬ કેવીના ૪ સબ સ્ટેશન તૈયાર હોય જેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું

મોરબી સિરામિક એસો હોલ ખાતે આયોજિત સમારોહમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, સિરામિક એસો પ્રમુખો નીલેશ જેતપરિયા, મુકેશ કુંડારિયા, કિરીટભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં મોરબીના લાલપર, ટંકારાના ભૂતકોટડા, વાંકાનેરના પંચાસીયા અને શોભેશ્વર રોડ એમ ચાર ૬૬ કેવી સબ સ્ટેશનની લોકાપર્ણ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે સિરામિકનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે ત્યારે સરકાર પણ સિરામિકની જરૂરીયાતને પહોંચી વળવા માટે ૬૬ કેવી, ૧૩૨ કેવી, ૪૦૦ કેવી સબ સ્ટેશન નિર્માણ માટે કાર્ય કરી રહી છે આજે ૪ સબ સ્ટેશનના લોકાપર્ણ અને ૨ સબ સ્ટેશનના ભૂમિપૂજન કરવામાં આવ્યા છે

આજે ૫૦ કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયા હતા સિરામિકનો વિકાસ ઝડપી થઇ રહ્યો છે ત્યારે પાંચ વર્ષની તૈયારના ભાગરૂપે સરકાર કાર્ય કરી રહી છે અને ભવિષ્યમાં પણ સીરમીકને જરૂરિયાત મુજબ વીજળી મળે તે માટે સરકાર યોગ્ય કદમો ઉઠાવી રહી છે તો મોરબી સિરામિક એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં સીરમીકનો વિકાસ ઝડપી ગતિએ થયો છે જેમાં પીજીવીસીએલ અને ઉર્જા મંત્રીએ પાવર જરૂરિયાત માટે સારો સહયોગ આપ્યો છે ઉદ્યોગને વીજળી મળી રહે તે માટે સતત કાર્ય કરવામાં આવતું હોય જેથી સિરામિક ઉદ્યોગ વતી પ્રમુખે સરકારનો અને ઉર્જા મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat