ભુજ– મુંબઈ વચ્ચે દૈનિક વિમાની સેવા શરૂ થશે, સાંસદ વિનોદભાઈ ચાવડા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

       ભુજ – મુંબઈ – ભુજ દૈનિક વિમાની સેવા ટૂંક સમયમાં શરૂ થવા માટે સરકારશ્રી તથા એરલાઈન્સ કંપનીઓ સાથે વાતચીત થતાં સકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયા છે.

ભુજ – મુંબઈ વચ્ચે હવાઈ યાત્રા માટે સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ સેવા ચાલુ છે, જેમાં હવાઈયાત્રા માં ખુબજ ઘસારો હોતા એરલાઈન્સ પણ ખુબ જ ઉંચા ભાડા વસુલ કરે છે, ભુજ – મુંબઈ વચ્ચે હવાઈ સેવા દૈનિક ચાલુ થાય માટે સરકાર સાથે સતત વાટાઘાટ અને રજૂઆત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા થતી રહે છે.

સાંસદ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે મુંબઈ રાષ્ટ્રની આર્થિક મહાનગરી છે, અને કચ્છ મુંબઈ વચ્ચે સાંસ્કૃતિક – સામાજીક સબંધો છે. છેલ્લા ઘણાં સમયથી સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ વિમાની સેવા કાર્યરત છે, અન્ય બે એરલાઈન્સ સાથે વાટાઘાટ થઇ છે, ડાયરેક્ટર જનરલ ઓફ સીવીલ એવીશીયન તરફથી મંજુરી અને એરપોર્ટ ઓથોરેટી તરફથી વિમાની સેવા માટે સ્લોટ ફાળવવામાં આવે એટલે તરત વિમાની સેવા શરૂ થશે.

પ્રધાનમંત્રીની ઉડ્યન યોજના અંતર્ગત જાન્યુઆરી માસના શરૂઆતમાં જ ભુજ – મુંબઈ – ભુજ વિમાની સેવા શરૂ થશે તેમ સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું.                                       

Comments
Loading...
WhatsApp chat