ભાવનગરના ખૂનના ગુનામાં આજીવન સજા પામેલ ફરાર કેદી મોરબીથી ઝડપાયો

ભાવનગરના હત્યા અને હત્યાના પ્રયાસના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ અને રાજકોટ જેલમાં સજા ભોગવતો આરોપી ફર્લો ઉપર છૂટ્યા બાદ ત્રણ વર્ષથી નાસતો ફરતો જેને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ ઇન્ચાર્જની સુચના હેઠળ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શનથી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ભાવનગર શહેર ડી. ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ કેદી અવેશ દાદુભાઈ કટિયા રહે.ભાવનગર કુંભરવાળા વાળો ફર્લો રજા ઉપરથી રાજકોટ જેલ ખાતે પરત નહી ગયેલ અને આ ત્રણ વર્ષથી નાસ્તા ફરતા કેદીને મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ રપ વારીયામાંથી એલસીબી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat