મોરબીની રેલ્વે કોલોનીમાં ઘરમાં આગ લાગતા ભાભી અને દેવર દાઝ્યા

ટીવીમાં શોટસર્કીટથી લાગી આગ, ફાયરે કાબુ મેળવ્યો

મોરબીના સ્ટેશન રોડ પરની રેલ્વે કોલોનીમાં આજે એક ઘરમાં આગ લાગ્યા બાદ ફટાકડા પડ્યા હોય જે ફૂટવા લાગતા યુવાન અને તેના ભાભી દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે

સ્ટેશન રોડ પર આવેલી રેલ્વે કોલોનીના રહેવાસી વિજયભાઈ પંડ્યાના ઘરમાં ટીવીમાં શોટ સર્કીટથી આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ લગ્નપ્રસંગમાં બચેલા ફટાકડાના એકાદ બે પેકેટ પડ્યા હોય જે ફૂટવા લાગ્યા હતા જેને પગલે વિજયભાઈ પંડ્યા અને તેના ભાભી દાઝી ગયા હતા જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

તો બનાવની જાણ થતા ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ સહિતની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો તો આગની ઘટનાને પગલે લત્તાવાસીઓના ટોળા એકત્ર થયા હતા

Comments
Loading...
WhatsApp chat