હોશિયાર-ખબરદાર : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૮૨ કેસ, એક્ટીવ કેસનો આંક ૬૨૩ થયો  

આજે ૫૧ દર્દીઓ સ્વસ્થ થયા

 

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે અને આજે કોરોના વિસ્ફોટ થયો છે જેમાં એક જ દિવસમાં ૧૮૨ નવા કેસ નોંધાયા છે જેને પગલે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૬૨૩ થયો છે

આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૩૪ કેસો જેમાં ૬૩ ગ્રામ્ય પંથક અને ૭૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૧૦ કેસો જેમાં ૦૫ ગ્રામ્ય અને ૦૫ શહેરી વિસ્તારમાં, હળવદ તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, ટંકારાના ગ્રામ્ય પંથકમાં ૨૪ કેસો અને માળિયાના ગ્રામ્ય પંથકમાં ૧૦ મળીને નવા ૧૮૨ કેસો નોંધાયા છે

તો આજે વધુ ૫૧ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૧૮૨ થયો છે અને કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે ત્યારે નાગરિકો વધુ તકેદારી રાખે અને રસીનો ડોઝ બાકી હોય તેવા નાગરિકો રસી મુકાવે તેવી અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat