બેલા નજીક ફેક્ટરીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ જીવન ટુંકાવ્યું

મોરબી નજીક આવેલી ફેકટરીમાં કામ કરતી મહિલાએ આજે કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના બેલા ગામ નજીક આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મોરબીના બેલા નજીક આવેલી રાધે મિનરલ નામની ફેકટરીમાં કામ કરતી રાધાબેન પ્રકાશભાઈ હજનાળ (ઊવ ૨૧) નામની મહિલાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ પોતાની ઓરડીમાં આપઘાત કર્યો છે જેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat