મોરબીમાં બે દિવસીય દિવ્ય ભાસ્કરના જવેલર્સ એક્ઝિબિશનનો પ્રારંભ

અમેરિકન ડાયમંડયુક્ત જવલેરીની અવનવી ડિઝાઇનની વિશાળ રેન્જ એક સ્થળે

દિવ્ય ભાસ્કર મોરબીના આંગણે પ્રથમવાર અમદાવાદના પ્રતિષ્ઠતિ જ્વેલર્સને  લઈને આવ્યું છે શહેરના સ્કાય મોલ ખાતે યોજાનાર 2 દિવસીય એક્ઝીબીશનનો શનિવારે 10:30થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અવનવી ડિઝાઇન પેટર્ન અને અમેરિકન ડાયમન્ડયુક્ત જ્વેલરીની અવનવી ડિઝાઇન મોરબી શહેરમાં પ્રથમવાર જોવા મળશે

આજના સમયમાં સોનાની માંગ દિવસે દિવસે વધતી  જાય છે.સ્ત્રીએ ઘરની લક્ષ્મી છે અને દરેક પરિવાર એની લક્ષ્મીને તમામ પ્રકારે ખુશ રાખવા માંગતા હોય છે.ખાસ કરીને લગ્ન પ્રસંગમાં માતાપિતા પોતાની દીકરીને સોનાથી મઢી દેવા માગતા હોય છે.અને તે પણ અવનવી ડિઝાઇન પેટર્ન અને લોકોંને વધુને વધુ આકર્ષતી  હોય છે જેથી અમદાવાદ સુરત કે મુંબઈ જેવા  શહેરમાં ખરીદી કરવા જતા હોય છે.મોરબીમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી જ્વેલરી પ્રત્યે ઘણી જાગૃતતા આવી છે

અને લગ્ન,મેરેજ એનિવર્સરી,બર્થડે,ધનતેરસ કે અખાત્રીજમાં મોટા પાયે સોનાની ખરીદી કરતા થયા છે ત્યારે મોરબીની જનતા માટે  અમદાવાદના  પ્રતિષ્ઠિત એચ જ્વેલર્સ ,જ્વેલર્સ વર્લ્ડ ,ભગવતી જ્વેલર્સ,ધર્મરાજ જ્વેલર્સ,આર એચ જવેલર્સ,પારસમણી જવલર્સ સહિતના પ્રતિષ્ઠિત જ્વેલર્સ દવારા અવનવી ડિઝાઇન અને પેટર્ન સાથેના દાગીના તેમજ અમેરિકન ડાયમન્ડ યુક્ત દાગીના ની વિશાળ રેન્જ સાથે પ્રથમવાર આવ્યા છે.દિવ્ય ભાસ્કર દવારા મોરબીન જનતામાટે પ્રથમવાર  સ્કાય મોલ બીજો માળ શનાળા રોડ ખાતે જ્વેલરી એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનમાં શહેરીજનો માટે  ની:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે.

આ એક્ઝિબિશન ઉદ્ધઘાટન પ્રસંગે દિવ્ય ભાસ્કરના સેટેલાઇટ એડિટર કાના બાટવા, રાજકોટ એડિશન એડિટર દેવેન્દ્ર પાંજરોલીયા,અધિક કલેક્ટર કેતન જોશી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા,મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશ જેતપરીયા,કલોક એસોસિએશન પ્રમુખ સસાંક દંગી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

 

Comments
Loading...
WhatsApp chat