Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા બ્રાંચ કેનાલનું પાણી ના મળતા ખેડૂતોની લડતનો પ્રારંભ

આજે કલેકટરને આવેદન, સોમવારથી ઉપવાસ આંદોલન

ખાખરેચી મુકામે માળીયા બ્રાન્ચ કેનાલનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂત હીત રક્ષક સમિતિ દ્વારા ખેડુત મીટીંગ યોજાઈ હતી આ મીટીંગમાં ખાખરેચી, ઘાટીલા, વેણાસર, કુંભારીયા વેજલપર, સુલતાનપર, માણાબા, વાધરવા, ખીરઈ, ચીખલી ગામોના ખેડૂતોની મીટીંગમાં આવેદન પાઠવવાનો નિર્ણય કર્યો છે

મીટીંગમાં થયેલા નિર્ણય મુજબ આજે બપોરે ૧:૩૦ વાગ્યે મોરબી કલેકટર સાહેબને આવેદનપત્ર આપવા જશે અને તા-૧-૧૦-૧૮ ને સોમવારે ખેડૂતો ખાખરેચી વેણાસરના મુખ્ય માર્ગ ઉપર માળીયા બ્રાન્ચ કેનાલ ઉપર દરેક ગામના ખેડૂત ઉપવાસ ઉપર ઉતરશે જ્યાં સુધી આ ગામના ખેડૂત ભાઈઓ ને પાણી ન મળે ત્યાં સુધી સોમવારથી અચોક્કસ મુદત સુધી ઉપવાસ ઉપર ઉતરશે સોમવારે ખાખરેચી મુકામેથી ૧૦૦૦ ખેડૂતો રેલી દ્વારા કેનાલે જશે અને ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણાં ઉપર બેસસે જ્યાં સુધી કેનાલમાથીં ખેડૂતો ને પાણી ન‌‌‌ મળે ત્યાં સુધી આ ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે તેમ ખેડૂત હિત રક્ષક સમિતિ માળિયા (મી.) ની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat