


મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારાના આંગણે તા. ૦૮ થી શ્રીમદ ભાગવત સપ્તાહ સહીત ચતુર્વિધ ધાર્મિક કાર્યક્રમો અને રાત્રીના સમયે ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે
રાઘવજીભાઈ ગડારાના લઘુબંધુ સ્વ. કિશોરભાઈ અને સ્વ. મંજુલાબેનને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના હેતુથી તા. ૦૮-૧૧ થી ૧૪-૧૧ સુધી પ્રખર ભાગવતાચાર્ય અનીલપ્રસાદ લલીતભાઈ (શકત શનાળાવાળા) વ્યાસાસને બિરાજી શિવ ઉપાસના દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથા શ્રવણ દરમિયાન આવતા કપિલ ભગવાન પ્રાગટ્યથી લઈને સુદામા ચરિત્ર સુધી આવતા તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહમાં ભાલોડીયા પરિવાર માંથી રુક્ષ્મણીજીની જાન પધારશે કોરડીયા પરિવારના ભગવાન શ્રીકૃષ્ણ તેમની સાથે વિવાહ રચશે કથા શ્રવણ સમય બપોરે ૪ થી ૬ કલાકે રહેશે
શુભારંભ ભાનુપ્રસાદબાપુ કટારીયા (કચ્છ) વાળા કરાવશે તા. ૧૧ ના રોજ શ્રી રાંદલ માતાજીની પધરામણી તથા ગાયત્રી યજ્ઞ, તેમજ તા. ૦૮ થી ૧૪ સુધી દરરોજ સવારે ૯ થી ૧૧ કલાકે દશાંશયજ્ઞ યોજાશે રાત્રી દરમિયાન નામી કલાકારો દ્વારા ભજનો, લોક સાહિત્ય, હાસ્યરસના કાર્યક્રમો યોજાશે કથાનું શુભ સ્થળ કૃષ્ણનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ સામે શનાળા રોડ મોરબી ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના નિવાસસ્થાને રાખેલ છે