મોરબીમાં તા. ૨૨ થી ભાગવત સપ્તાહનો પ્રારંભ

મોરબીમાં માધાપરના ઝાંપા પાસે આવેલ બકસ્થલી ધામ ખાતે તા. ૨૨ થી તા. ૨૮ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથા શ્રવણ ઉપરાંત સપ્તાહમાં આવતા કપિલ નારાયણ જન્મ, નૃસિંહ પ્રાગટ્ય જન્મ, કૃષ્ણલીલા સહિતના ધાર્મિક પ્રસંગોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. ભાગવત સપ્તાહનો લાભ લેવા આયોજક આનંદભાઈ દવે પરિવાર દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવાયું છે.

Comments
Loading...
WhatsApp chat