ભિક્ષાવૃત્તિ કરતી બાળકીનો દેવદૂતો સાથે ભેટો, જાણો કેવી રીતે સ્વપ્ન થયું સાકાર ?

સામાજિક જવાબદારી કેવી રીતે નિભાવી સકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે કોઈને રોટીનો ટુકડો ના આપો પરંતુ સ્વમાનભેર રોટી કમાતા શીખવો અને સ્વમાનભેર જીવન જીવવા માટે શિક્ષણ જરૂરી હોય ત્યારે મોરબી નજીકના ગામમાં ભિક્ષાવૃત્તિ કરતી એક બાળકીને જાણે કે સાક્ષાત દેવદૂતોનો ભેટો થયો હોય તેમ ભિક્ષાવૃત્તિમાંથી તો મુક્તિ મળી જ છે સાથે જ શિક્ષણની વ્યવસ્થા થતા હવે બાળકી ભણીગણીને સારું જીવન જીવી શકશે

રફાળેશ્વર ગ્રામ પંચાયતના સભ્ય ગૌતમભાઈ સોલંકીએ ખુલ્લામાં રહેતા એક પરિવારને જોયો હતો જે પતિ પત્ની માનસિક તકલીફથી પીડાતા હોય અને બાળકો ભિક્ષાવૃત્તિ કરી અહી તહી ભટકીને ગુજારો કરતા હતા જે દ્રશ્ય તેને હૃદયમાં શુળની જેમ ભોંકાયા હતા અને તેને મિત્ર દિલીપ દલસાણીયાને વાત કરતા સામાજિક જવાબદારીથી સભાન દિલીપભાઈ નામના યુવાન પહોંચ્યા હતા અને એક છોકરી ત્યાં હાજર હોય જેનું નામ પૂછતાં તે પુની હોય અને હાથમાં ગુટખાની પડીકી સાથે જોવા મળી હતી

આ બાળકીને શાળાએ નથી જતી તેવું પૂછતાં ભણવું તો છે પણ માતાપિતા શાળાએ મોકલે તો થાય ને તેવો હતાશાભર્યો જવાબ મળતા યુવાનોએ તેને શિક્ષણ અપાવવાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું હતું અને દિલીપ દલસાણીયા જે સમતા ફાઉન્ડેશન સાથે જોડાયેલા હોય જેને સમાજ સુરક્ષા વિભાગ માં ફરજ બજાવતા રંજનબેન મકવાણાનો સહયોગ મળ્યો હતો અને તેમના અધિકારી સિન્હાની સાથે મુલાકાત કરવા બોલાવ્યા અને બાળકીના બધા ડોક્યુમેન્ટસ મેળવીને છોકરી અને તેના માતા પિતા ને વિકાસ વિદ્યાલય ખાતે લઈ ગયા

ત્યાં પહોંચીને રંજન બહેને કાયદાકીય પક્રિયા પૂર્ણ કરી આપી અને છોકરી ને ધોરણ ૧ માં એડમિશન અપાવી દીધું તેમજ તેના રહેવાની સંપૂર્ણ જવાબદારી લઈ લીધી હતી તો ભિક્ષાવૃત્તિ કરીને આજે જમવાનું મળશે કે નહિ તેની ચિંતામાં ખોવાયેલું બાળપણ ફરીથી કિકિયારી કરતું થઇ જશે અને પુનીને શિક્ષણ મળશે જેથી સ્વમાનભેર જીવન જીવી શકશે જેથી તેના ચહેરા પર ખુશી સમાતી ના હતી

Comments
Loading...
WhatsApp chat