


મોરબી શહેર ઉદ્યોગો સાથે ક્રાઈમમાં પણ પ્રગતિ કરી રહ્યું હોય, લૂંટ અને હત્યા જેવા બનાવો સામાન્ય બની ગયા છે જોકે પોલીસ પણ એટલી જ સતર્કતા દાખવીને ગુનેગારોને કાયદાનું ભાન કરાવી રહી છે ત્યારે મોરબીમાં લૂંટ નો પ્લાન ઘડી ચુકેલા ત્રણ ઇસમોએ ગુન્હાને અંજામ આપે તે પૂર્વે દબોચી લેવાતા સૌ કોઈ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પી.આઇ આર.જે.ચૌધરી સહિતની ટીમ સાંજના સમયે પેટ્રોલિંગમાં હોય ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે સ્કાય મોલ પાસે ત્રણ શખ્સો હથિયારો સાથે લૂંટની ઘટનાને અંજામ આપવા આવ્યા છે. બાતમીને આધારે પોલીસે સ્કાય મોલ પાસે વોચ ગોઠવી નંબર પ્લેટ વગર બાઈક પર સવાર ત્રણ શખ્સોની શંકાસ્પદ હિલચાલના આધારે અટક કરી હતી. એ ડીવીઝન પોલીસની ટીમે ત્રણેય શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી એક દેશી તમાચો, છરી અને મરચાની ભૂકી મળી આવી હતી. જેથી પોલીસે હથિયારો સાથે ઝડપાયેલા બાઈક સવાર રૂપેશ ઠાકર, રૂષિરાજસિંહ જાડેજા અને રાજદીપ લગ઼ીધીર રહે. ત્રણેય મોરબી વાળાની ધરપકડ કરી તેમની પુછપરછ હાથ ધરી હતી.
લૂંટના ઈરાદે ઝડપાયેલા ત્રણેય ઈસમોની પ્રાથમિક પુછપરછમાં ત્રણેય શખ્સોએ સ્કાય મોલ પાસે આવેલા વિનાયક હોન્ડા શો રૂમના માલિક મિતેષભાઈ બાવરવા પૈસા લઈને ઘરે જવા નિકળે ત્યારે તેમને લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત આપી હતી. અને આ લૂંટનો પ્લાન ચાર દિવસ પૂર્વ જ ઘડી કાઢવામાં આવો હતો જેથી હાલ એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી ને પૂછપરછ શરૂ કરી છે કે અગાઉ ક્યાંય લૂંટ કે અન્ય કોઈ ગુન્હાને અંજામ આપ્યો છે કે કેમ તેમજ દેશી તમંચા ક્યાંથી આવ્યો તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે
લખધીરપુર રોડ પર રોકડ-મોબાઈલની લૂંટનો બનાવ
મોરબી એ ડીવીઝન પોલીસે એક તરફ જ્યાં લૂંટની ઘટનાને અંજામ અપાય તે પૂર્વે જ આરોપીઓને દબોચી લઈને સરાહનીય કામગીરી કરી હતી તો બીજી તરફ સોમવારે સાંજે ૦૫ : ૩૦ કલાકના અરસામાં લખધીરપુર રોડ પરથી બાઈક લઈને જતા હસમુખભાઈ ચંદુભાઈ મુછડીયા (ઊવ ૧૯) નામના યુવાનને અજાણ્યા ઇસમેં કોઈ ઘેની પદાર્થે સુંઘાડી દઈને તેણે બેભાન કર્યો હતો અને બાદમાં તેની પાસેથી ૫૦૦૦ રોકડ, મોબાઈલ ફોન, બાઈક ચાવી અને બેંક પાસબૂક સહિતની મત્તા લૂંટી નાસી ગયા હતા જયારે યુવાનને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જોકે આ મામલે હજુ સુધી પોલીસ ફરીઉયાદ નોંધાઈ નથી

