દિવાળી પૂર્વે બેરોજગારીથી કંટાળી યુવાને ટ્રેન હેઠળ પડતું મુક્યું

વાંકાનેરના રાણેકપર ગામ નજીક આવેલ રેલ્વે ટ્રેક પર યુવાને પડતું મૂકી જીવન ટુંકાવ્યું હતું.યુવાનના આપધાતના પગલે પરિવારમાં દિવાળીના પર્વે શોકનું મોજું ફેલાયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

વાંકાનેરના રાણેકપર ગામે રહેતા રાહુલ કનૈયાલાલ પરમાર (ઉ.૧૯) નામના યુવાને સવારના સુમારે રાણેકપર ગામ નજીક આવેલ રેલ્વે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મુક્યું હતું.રાહુલના આપધાતના પગલે દિવાળીના પર્વે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકના વી.એન.સારદીયાએ જણાવ્યું હતું કે યુવાનને કામ ન મળતા તેને આપધાત કરી લીધો હતો.

 

Comments
Loading...
WhatsApp chat