Billboard ad 1150*250

ફેસબુકમાં ફ્રેન્ડ બનાવતા પહેલા ચેતી જાજો, યુવતીને ફ્રેન્ડશીપ મોંધી પડી

0 1,119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

જુનાગઢ જીલ્લાના કેશોદ પોલીસ મથકના ચોરીના ગુન્હામાં આરોપીમે મોરબી તાલુકા પોલીસે ધૂળકોટ ગામેથી ઝડપી પાડીને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુનાગઢ જીલ્લાના કેશોદ પોલીસ મથકનાફર્સ્ટ ગુ.ર. નં.૧૫૦/૨૦૧૯ આઈ.પી.સી. ૪૦૬,૪૨૦,૪૫૪,૩૭૯, મુજબનો ગુન્હો ગત તા.૨૫-૦૯-૨૦૧૯ના રોજ કેશોદ પોલીસ મથકમાં નોંધાયો હોય જે ગુન્હામાં આરોપીએ ફરિયાદીના પત્નીને ફેસબુકમાં મિત્ર બનાવી ત્યારબાદ બહેન બનાવી ફરિયાદી તથા ફરિયાદીના પત્નીને વિશ્વાસમાં લઇ તેઓની સાથે સારા કૌટુંબિક સંબધ બનાવી ફરિયાદીના ઘરે રોકાવા જઈને તે દરમિયાન તા.૨૫-૦૯-૨૦૧૯ ના બપોરના સુમારે ફરિયાદીના ઘરના સભ્યો કોઈ ઘરે હાજર ન હોય તે દરમિયાન ઘરમાંથી ડ્રેસિંગનું ખાનું તોડી તેમાં રાખેલ સોનાના દાગીના કીમત રૂ.૩,૪૨,૨૪૦ તથા રોકડ રૂ,૧,૧૦,૦૦૦ તથા ફોર વ્હીલ કાર કીમત રૂ.૩,00,૦૦૦ મળી કુલ મુદામાલ કીમત રૂ.૭,૫૨,૨૪૦ ની ચોરી કરી નાશી ગયેલ હોય જે મામલે કેશોદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી

તે આરોપી મોરબી જીલ્લા વિસ્તારમાં હોવાની બાતમીના આધારે મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી.પટેલની સુચનાથી જુવાનસિંહ ઝાલા, ભાવેશભાઈ કાંટા સહિતના સ્ટાફને બાતમી મળતા આરોપી મયુરભાઈ ઉર્ફે વિવેકભાઈ મુલાની રહે-સુરત ભગવતીકૃપા સોસાયટી વાળાને ચોરીના મુદામાલ સોનાના દાગીના, રોકડ અને કાર સહિતનો કુલ મુદામાલ કીમત રૂ.૭,૨૪,૭૨૫ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat