માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રને દેવ સોલ્ટ કંપની દ્વારા પલંગ-ગાદલા અને ઓક્સીજન સીલીન્ડરની ભેટ

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય મોરબી જીલ્લો પણ કોરોનાગ્રસ્ત બન્યો છે અને માળિયા તાલુકાની હાલત દયનીય જોવા મળે છે જ્યાં સુવિધાઓનો અભાવ હોય જેથી દેવ સોલ્ટ કંપની દ્વારા માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રને પલંગ, ગાદલા અને ઓક્સીજન સીલીન્ડરની ભેટ આપવામાં આવી હતી

માળિયા દેવ સોલ્ટ કંપની દ્વારા આજે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ માળિયા ખાતે ૨૦ તબીબી પલંગ, ૩૦ ગાદલા, ૦૫ ઓક્સીજન સીલીન્ડરનું અનુદાન આપવામાં આવ્યું હતું જે પ્રસંગે દેવ સોલ્ટ ના ડીરેક્ટર વિવેકભાઈ સોમાણી, વિવેકભાઈ ધ્રુણા ઉપરાંત માળિયા મામલતદાર ડી સી પરમાર, માળિયા તાલુકા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે દેવ સોલ્ટ કંપની દ્વારા કોરોના મહામારીમાં દિવસ રાત સેવા આપનાર હોસ્પિટલના તમામ સ્ટાફને રોકડ તેમજ રાશન કીટ અર્પણ કરીને તેમની કામગીરીને બિરદાવી સન્માનિત કર્યા હતા કોરોના મહામારીમાં માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં દેવ સોલ્ટ કંપની અનેકવિધ સેવાઓ કરીને સામાજિક જવાબદારીનું વહન કરી રહી છે

Comments
Loading...
WhatsApp chat