વોટ્સએપ યુઝરો માટે બેડ ન્યુઝ, આજથી મેસેજ અને કોલનો ચાર્જ વસુલવામાં આવશે !

ફેક ન્યુઝ અટકાવવા નિર્ણય કરાયો હોવાનો સુર  

        આજના સોશ્યલ મીડિયાના યુગમાં બાળકોથી લઈને યુવાનો અને ગૃહિણીથી લઈને વડીલો સુધી સૌ કોઈ વોટ્સએપનો ઉપયોગ કરે છે અને ૨૪ કલાક તેની સાથે જોડાયેલા રહેતા હોય છે ત્યારે વોટ્સ એપ યુઝર માટે માઠા સમાચાર મળી રહ્યા છે જેમાં આજથી મેસેજ દીઠ ચાર્જ વસુલવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે

        આજે ૧ એપ્રિલથી વોટ્સએપ દ્વારા દરેક મેસેજ દિધ ચાર્જ વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ટેક્સ્ટ મેસેજ માટે ૨૦ પૈસા, ફોટો ઈમેજ મોકલવા માટે ૫૦ પૈસા અને વિડીયો મોકલવાનો ચાર્જ ૧ રૂ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલું જ નહિ પરંતુ વિડીયો કોલિંગ કરનારને એક મિનીટના ૬૦ પૈસા ચુકવવા પડશે તદુપરાંત તમે ફોરવર્ડ કરેલ કોઈ મેસેજ ફેક માલૂમ પડશે તો સજારૂપે યુઝરનું એકાઉન્ટ એક માસ માટે બ્લોક કરી દેવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે

        અધિકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફેક ન્યુઝની આજકાલ ભરમાર જોવા મળી રહી છે જેથી ફેક ન્યુઝ પર કંટ્રોલ કરવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ વોટ્સ એપના કરોડો યુઝર આ નિર્ણયથી નિરાશ થશે અને વોટ્સએપ વાપરવું મોંધુ પડશે તેવા સમાચારોથી લોકોમાં ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે

નોંધ : વ્હાલા વાચકમિત્રોને જણાવવાનું કે તમે આગળ પણ વોટ્સ એપનો બિન્દાસ્ત ઉપયોગ કરી શકશો અને આ સમાચાર ૧ એપ્રિલના એપ્રિલ ફૂલ બનાવવાની પરંપરાને આધીન છે તો મોરબીન્યુઝના વાચક મિત્રો જરા પણ ચિંતા ના કરે. આ સમાચાર વાચકોને હળવું હાસ્ય પીરસવાના એકમાત્ર ઉદેશથી બનાવવામાં આવ્યા છે જેની ખાસ નોંધ લેશો અને સૌને હેપી એપ્રિલ

Comments
Loading...
WhatsApp chat