“દીકરી એટલે પ્રભુએ આપેલી પ્રેમની પ્રસાદી” છ વર્ષની દીકરીનું સુંદર વક્તવ્ય
માસુમ દીકરીએ સમાજને બતાવ્યો અરીસો



માળિયા તાલુકાના સરવડ ગામે યોજાયેલ પાટીદાર સમાજના 20મા સમૂહલગ્ન મા સરવડના દેકાવાડિયા પરિવાર ની ભાણેજ અને ડૉ.પ્રદીપ કડીવારની ૬ વર્ષ ની દીકરી શ્રુતિ એ દિકરી એટલે પ્રભુએ આપેલી પ્રેમની ની પ્રસાદી, બેટી બચાવો બેટી પઢાવો જેવા વિષય સાથે દિકરી નુ મહત્વ સમજાવ્યુ હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો શ્રી દામજી ભગત, વેલજીભાઈ બોસ,જેરામબાપ, નાનજીભાઈ હૈદરાબાદ વાળા, નંદલાલભાઈ વિડજા, શિવલાલભાઈ ઓગણજા અને કિશોરભાઈ ચીખલીયા વગેરે લોકોએ શ્રુતિ ને પ્રોત્સાહિત કરી ને અભિનંદન આપ્યા હતા. અને બેટી બચાવો અભિયાન પર છ વર્ષની દીકરીના વક્તવ્યએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા

