સાર્થક વિધાલયમાં બી.ડીવીઝન પી.આઈએ ટ્રાફિક નિયમો વિશે વિધાર્થીઓને જ્ઞાન આપ્યું

મોરબીના એલ.ઇ.કોલેજ રોડ પર, સામાકાંઠા વિસ્તારમાં આવેલી સાર્થક વિદ્યામંદિર હંમેશા સમાજ જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો કરે છે, જેમાં આજરોજ ધોરણ – 11 કોમર્સના વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો વિષે જાણે તે હેતુથી પી.આઈ. શ્રી લીલાસાહેબ આજરોજ સાર્થક વિદ્યામંદિરના મહેમાન બનેલ.

           જેમાં મોરબી બી.ડીવીઝન પી.આઈએ  વિદ્યાર્થીઓને ટ્રાફિકની મોરબીની મોટામાં મોટી સમસ્યા વિષે માહિતગાર કર્યા હતા. જેમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વિદ્યાર્થીઓને સ્વયં શિસ્તના પાઠ ભણાવ્યા હતા. સાથે સાથે મોરબીના મવડાની સમસ્યા અને તેમની કામગીરી,ઝીબ્રાક્રોસિંગ, સિગ્નલ લાઈટ જેવા તમામ પ્રશ્નો વિષે માહિતગાર કરી મોરબીના પોલીસ વિભાગની કામગીરી વિષેનું જ્ઞાન પીરસ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓએ લાઇસન્સ વગર બાઇક કે કાર ન ચલાવવા માટેનું સૂચન પાઠવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સાથે પ્રશ્નોતરી કરી આ સેમિનારની પૂર્ણાહુતિ કરી હતી.

    અને અંતે સાર્થક વિધાલયના પ્રમુખ કિશોરભાઈ શુક્લએ જણાવ્યું હતું કે મને આશા છે કે આ અમારા સમાજ જાગૃતિના સેમિનારના હેતુને સિધ્ધ કરવા માટે આપશ્રીના માધ્યમથી મોરબીની તમામ સ્કૂલોમાં જો આ પ્રકારના સેમિનાર કરવામાં આવે તો ટ્રાફિકની ઘણી બધી સમસ્યા સમાજ જાગૃતિના મધ્યમથી હલ કરી શકીએ.

 

 

 

Comments
Loading...
WhatsApp chat