


બાળકો નાનપણથી જ બેંક વિષે માહિતીગાર થઇ શકે તે માટે મોરબીની નેશનલ એકેડમી ઓફ મોરબી શાળામાં એક સેમીનારનું આયોજનબ કરવામાં આવ્યું હતું.જેમાં એચ.ડી.એફ.સી. બેંકના ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
નેશનલ એકેડમી ઓફ મોરબી શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ માટે “બેઝીક્સ ઓફ બેકિંગ” પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમીનારમાં એચ.ડી.એફ.સી. બેંકના નૈમિષ ભટ્ટ, નીરવ પીઠડીયા અને પૂજા પટેલે ઉપસ્થિત રહીને બાળકોને એકાઉન્ટના પ્રકાર, ડેબીટ અને ક્રેડીટ કાર્ડ, ડીઝીટલ બેંકિંગ, ચેકબુક અને સ્લીપબુક જેવી બેંકની વિશેષ માહિતી આપી હતી.
આ સેમિનારમાં શાળાના તમામ બાળકોએ ઉપસ્થિત રહ્યા હતા.આ સેમીનારની સમગ્ર કાર્યક્રમની જહેમત શાળાના આચાર્ય ક્ષમા આદ્રોજાએ ઉઠાવી હતી.