મોરબીના વાવડી રોડ-એલ.ઈ કોલેજ રોડ પરના દબાણો હટાવ્યા

પાલિકાએ રવિવારે શરુ કરી દબાણ હટાવો ઝુંબેશ

મોરબી શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ અનેક દબાણો હોય જે હટાવવાની કામગીરીમાં નીરસતા દાખવતા પાલિકા તંત્રએ આળસ ખંખેરીને કામગીરી શરુ કરી છે આજે એલ.ઈ કોલેજ રોડ તેમજ વાવડી રોડ પરના દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો હતો

મોરબીના એલ.ઈ કોલેજ રોડ પર રોડની બંને સાઈડ કેબીન, લારી ગલ્લા સહિતના દબાણો તેમજ કાચા બાંધકામ કરવામાં આવ્યા હોય જેથી ટ્રાફિક સમસ્યા વકરી હતી જે દબાણો હટાવવા આજે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ આજે ત્રણ ટીમો બનાવી દબાણ હટાવો ઝુંબેશ આદરી હતી જેમાં એલ ઈ કોલેજ રોડ પર બંને સાઈડમાં આવેલ લારી, ગલ્લા અને કેબીનો હટાવાઈ હતી તેમજ મોરબીના પાડાપુલ નીચે જે સબવે એપ્રોચ રસ્તો અને બેઠો પુલ બની રહ્યો છે જેને ફાટક સાથે સીધા જોડતા રોડ વચ્ચેના દબાણો હટાવ્યા હતા

તો વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક પાસેના દબાણો હટાવાયા હતા તો સોમવારે ખાટકીવાસ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે તેમ પણ ચીફ ઓફિસરે જણાવ્યું હતું આવનારા દિવસોમાં પાડાપુલ નીચે તૈયાર થનાર બેઠો પુલ અને નટરાજ ફાટક વચ્ચે સર્કલ બનાવાશે તો દબાણો હટાવી લીધા બાદ એલઈ કોલેજ જતા રોડને પહોળો કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે

Comments
Loading...
WhatsApp chat