Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં બ્લુવ્હેલ ગેમ પર પ્રતિબંધ :જીલ્લા કલેકટર

તાજેતરમાં ઈન્ટરનેટ પર બ્લુ વ્હેલ નામની ગેમ યુવાનો અને તરુણોને આત્મહત્યા કરવા માટે પ્રેરે છે. આ ગેમના વિવિધ ટાસ્ક અંતર્ગત છેલ્લે આપઘાત કરવાની ફરજ પાડે છે આ જીવલેણ ગેમનો પગપેસારો ગુજરાતના વિવિધ શહેરો સુધી થયો છે જેથી સાવચેતીના ભાગરૂપે મોરબી જીલ્લામાં બ્લુ વ્હેલ ગેમ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ આઈ.કે.પટેલ દ્વારા પ્રસિદ્ધ જાહેરનામાંમાં જણાવ્યું છે કે બ્લુ વ્હેલ ગેમ ચેલેન્જ જેવા નામોથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ટરનેટના પ્લેટફોર્મનો ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા કરવા માટે મજબુર કરે છે.જેથી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) કાયદાની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ એક્ટના કલમ ૩૭ (૩) હેઠળ મળેલ સત્તા હેઠળ મોરબી જીલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુથી કોઈપણ પ્લેટફોર્મ મારફતે બ્લુ વ્હેલ ગેમમાં રોલ પ્લે કરવો, આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવા તેમજ કોમ્યુનીકેશનમાં ભાગ લેવા કે તમા મદદરૂપ થવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. તેમજ મોરબી જીલ્લામાં કોઈપણ અન્ય વ્યક્તિ એવી ગતિવિધિમાં ભાગ લે છે તો તે મામલે નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત કે મોખિક જાણ કરવા જણાવવામાં આવ્યું છે.આ હુકમનો ભંગ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat