


જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ભગોળે આવેલ રવાપર ગામ સતાધારી ભાજપ પક્ષનો ગશ ગણાય છે પરંતુ આજે આ ગામના ગ્રામજનો દ્વારા મુખ્ય પ્રવેશદ્વારે રવાપર ગામના વર્ષો જુના સનદ પ્રશ્નનો નિવડ ન આવે ત્યાં સુધી ગામ લોકો દ્વારા તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવી હાલમાં મોરબીમા ફરી રહેલ નર્મદા રથયાત્રાને પણ ગામમાં નહિ પ્રવેશવા જાહેરાત કરવામાં આવી હતી અને આજ રોજ નર્મદા રથ રવાપર ગામે પહોચવાનો જ હતો પરંતુ આગેવાનોને જાણ થતા જ નર્મદા રથને વિરોધના વંટોળનો સામનો નકરવો પડે તે માટે બીજી તરફ વળી દેવામાં આવ્યો હતો.