


ટંકારા સ્થિત બેંક ઓફ બરોડા બ્રાંચમાં બેંકના સ્થાપના દિવસ નિમિતે કેક કાપીને વાઘગઢ ગામની સરકારી સ્કૂલમાં શૈક્ષણિક કીટ વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી
બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે બ્રાંચ મેનેજર ચેતનભાઈ જાદવ, વિશાલભાઈ ઠક્કર, દીપેન વાડોલીયા, વૈશાલીબેન વાઘેલા અને આરતીબેન શુક્લા સહિતના ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી જેમાં વૈશાલીબેન વાઘેલાએ સરકારની પ્રધાનમંત્રી બીમાં યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષ સુધીના લોકોને લાભથી માહિતગાર કર્યા હતા તેમજ આરતીબેન શુક્લાએ મ્યુચલ ફંડ અને ૧૨ રૂ. ના વીમાથી ૨ લાખના સુરક્ષા કવચની માહિતી આપી હતી આ પ્રસંગે ટંકારાના અગ્રણી કેશુભાઈ કલોલા, પરેશ ખોખાણી, બીપીનભાઈ પ્રજાપતિ સહિતના અગ્રણીઓએ બેંકના સ્થાપના દિવસ નિમિતે હાજર રહીને શુભકામનાઓ પાઠવી હતી

