બ્રાહ્મણ-હિન્દુ સમાજ વિરોધી ફિલ્મ ‘આર્ટિકલ 15’ પર પ્રતિબંધ મુકો : પરશુરામ યુવા ગ્રુપ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

પરશુરામ યુવા ગ્રુપે કલેક્ટરને રજૂઆત કરી

        બોલિવૂડ ફિલ્મ આર્ટિકલ 15પર પ્રતિબંધ મુકવા પરશુરામ યુવા ગ્રુપે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. પરશુરામ યુવા ગ્રુપે આવેદનમાં લખ્યું છે કે, ‘આ મુવી વર્ષ 2014માં ઉત્તર-પ્રદેશમાં બનેલી ઘટના પર આધારિત છે. મુવીમાં બતાવવામાં આવેલી ઘટનાઓ હકીકતોને બદલી કેટલીક મોટી વિકૃતિઓ સાથે બતાવામાં આવી છે

વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે વાસ્તવિક ઘટના મુજબ, પીડિત દલિત સમુદાયનો હિસ્સો નહોતો, તે મોર્ય સમુદાયના હતા અને અપરાધીઓ બ્રાહ્યણ સમાજ ન હતા. તેઓ અન્ય સમુદાયના હતા. આમ વાસ્તવિક કેસ એ છે કે બંને ભોગ બનેલા અને અપરાધીઓ અન્ય સમુદાયના હતા. ફિલ્મમાં નિર્માતાઓએ વાસ્તવિક ઘટનાઓને વિકૃત કરવાનો પ્રયાસ કર્યો છે અને બ્રાહ્મણો તેમજ હિંદુ સમુદાયને ખુબ જ ખરાબ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં નિર્માતાઓ આ ફિલ્મ સત્ય ઘટનાથી આધારિત છે એમ કહીને તદ્દન ખોટો પ્રચાર કરી અને બ્રાહ્મણ સમાજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેથી આ ફિલ્મથી ભાવિ પેઢીના માનસને અસર થઈ શકે છે. જેથી આ મુવીના પ્રકાશને નિરંતર રૂપે રોકવા અને પ્રતિંબધ કરવામાં આવે.આમ  પરશુરામ યુવા ગ્રુપે કલેક્ટરને ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માંગ કરી છે. કલેકટરને આવેદન આપતી વેળાએ પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પંડ્યા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Comments
Loading...
WhatsApp chat