બગથળાના નકલંકધામમાં ૫૪ કુંડી યજ્ઞ

મોરબીના બગથળા ગામના નકલંકધામ મંદિરમાં ઘૂટું નિવાસી શૈલેષભાઈઓ સોનીની યજમાનીમાં આજે નકલંકદાદાના સાનિધ્યમાં ૫૪ કુંડી વિષ્ણુશાંતિ યજ્ઞ વિશ્વશાંતિના કલ્યાણાર્થે કરવામાં આવ્યો હતો. ઠાકોરજીની કૃપાથી બગથળા ગામે યોજાયેલા ૫૪ કુંડી વિષ્ણુશાંતિ યજ્ઞમાં બગથળા ગામના તમામ આગેવાનો અને ગ્રામજનો, ટ્રસ્ટી મંડળનો સહકાર પ્રાપ્ત થયો હતો. નકલંકધામ મંદિરના મહંત દામજી ભગતે આ તકે પરમાત્મા નકલંક દાદાને આખા વિશ્વમાં શાંતિ અને એકતા સ્થપાય તેવી પ્રાર્થના કરી હતી.

Comments
Loading...
WhatsApp chat