



વાંકાનેરના લુણસરીયા ગામે વાડીના રસ્તે બાવળ કાપવા મુદ્દે શેઢાના પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા મામલો મારામારી સુધી પહોચ્યો હતો અને અંતે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના લુણસરીયા ગામે પોતાની વાડીનો રસ્તો જેસીબીથી સાફ કરાવી રહેલા ગુલાબહેદરભાઇ હુસેનભાઇ પરાસરા (ઉ.૩૦)ને આરોપી ગનીભાઇ વલીમામદભાઇ શેરસીયા અને હાજીભાઇ વલીમામદભાઇ શેરસીયાએ ઝઘડો કરી લાકડીથી મારમારી માથામાં કુહાડી ઝીકી ઈજા પહોચાડ્યાની ફરિયાદ ગુલાબહેદરભાઈ પરાસરાએ નોંધાવી છે
તો સામાપક્ષે હાજીભાઇ વલીમામદભાઇ શેરસીયા (ઉ.૪૨) એ બાવળ ઉપરથી કાપવાનું કહેતા આરોપી ગુલાબહેદર હુસેનભાઇ પરાસરા, જાહીદભાઇ હુસેનભાઇ પરાસરા અને વલીમામદભાઇ ઉસ્માનભાઇ શેરસીયા રહે.બધા નવા લુણસરીયાવાળાઓએ હુમલો કર્યાની ફરિયાદ હાજીભાઇએ વાંકાનેર પોલીસ મથકમાં નોંધાવી છે.વાંકાનેર પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



