બી ડીવીઝન પોલીસે ઘૂટું રોડ પર રેહતા શખ્સને હથીયાર સાથે ઝડપ્યો

જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ તકેદારીના પગલાં લઈ અસામાજિક તત્વો ઉપર ધોસ બોલાવી રહી છે જેમાં સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે એક શખ્સને દેશી તમંચા સાથે ઝડપી લીધો છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની સુચના મુજબ હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણી શાંતી પૂર્વક યોજાઈ તે અનુસંધાને ગેરકાયદે હથીયાર ધરાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઇ આઈ.એમ. કોંઢીયાની સુચનાથી પી.એસ.આઇ આર બી ટાપરીયા તથા સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના શક્તિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલની સંયુક્ત બાતમીને આધારે આરોપી સુરજભાઇ ઉર્ફે સુર્યો રમેશભાઇ બાબુભાઇ સીતાપરા, ઉ.વ.૨૫, રહે. હરીઓમ પાર્ક જુના ઘુટુ રોડ આઇટીઆઇ આગળ તા.જી.મોરબીવાળાને હાથ બનાવટનો દેશી તમંચો નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

આ સફળ કામગીરી પીએસઆઇ આર.બી. ટાપરીયા, વનરાજભાઇ ચાવડા, નરેન્દ્રભારથી ગોસ્વામી, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, રમેશભાઇ મુંધવા, ઋતુરાજસિંહ જાડેજા સાહિતનાઓએ કરી હતી.

Comments
Loading...
WhatsApp chat