Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : શું કરવાથી કબજીયાત, ગેસ જેવી બીમારીથી બચી શકીએ..જાણો આયુર્વેદિક ઉપચાર

0 277
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

*15 દિવસમાં એક વાર જરૂર કરવી જોઈએ આંતરડાની સફાઈ, કબજિયાત નહિ થાય અને પેટ થઈ જશે સાફ*
   કબજિયાત એક ગંભીર સમસ્યા બની ગઈ છે. અને તે આજકાલ લગભગ ૭૦% લોકોને હોય છે. એ તમે પોતે અનુભવી હશે કે જયારે પેટ સવારે સારી રીતે સાફ નથી થતું, તો આખો દિવસ કાઢવો મુશ્કેલ બની જાય છે. સવારે જ્યાં સુધી પેટ ખુલીને સાફ ન થાય ત્યાં સુધી વ્યક્તિને માનસિક અને શારીરિક શાંતિ નથી મળતી. અને તેની સાથે સાથે પેટ ખુલીને સાફ ન થવાથી તમને કબજીયાત પણ ઉત્પન થઈ શકે છે. જેને લીધે તમારે ઘણી વધુ તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે.
જયારે પણ કોઈનું પેટ ખરાબ થઈ જાય છે, કે પછી તેને કબજિયાત થઈ જાય છે, તો ઘણી બધી શારીરિક સમસ્યા થવાનો ભય કેટલાય ગણો વધી જાય છે. તેમજ રોજિંદુ કામ કરવામાં પણ મુશ્કેલી આવે છે તે અલગ. અને એવું એટલા માટે થાય છે કારણ કે આપણું આખું શરીર પેટ ઉપર આધારિત હોય છે.
એટલા માટે જો તમારા પેટમાં ક્યારેય પણ અને ક્યાય પણ નાની મોટી સમસ્યા થઈ જાય, તો તમારે તેના માટે તરત કોઈને કોઈ સારો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. જેથી એના કારણે તમારે બીજી શારીરિક સમસ્યાનો સામનો ન કરવો પડે. એના માટે જો આપણે યોગ્ય ઘરેલું ઉપાયનો ઉપયોગ કરીએ, તો ખુલીને પેટ સાફ ન થવાની સમસ્યા પણ પહેલા જ દિવસના ઉપયોગથી જ દુર થઈ જાય છે. તો આવો જાણીએ કેવી રીતે આપણે એવા અસરદાર ઘરેલું ઉપાયને ઘરે જ બનાવી શકીએ છીએ. આ ઉપાય તમે ૧૫ દિવસમાં એક વખત કરી શકો છો.

જરૂરી સામગ્રી :
૧. ત્રિફળા પાવડર : ૩-૫ ગ્રામ
૨. મધ : એક ચમચી
૩. ગરમ પાણી : એક ગ્લાસ
બનાવવાની રીત અને સેવન કરવાની રીત :
આ મિશ્રણ બનાવવા માટે ૧ ચમચી મધ લઈ એમાં ૩-૫ ગ્રામ ત્રિફળા પાવડર ઉમેરો. અને તેને ૧ ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને તેનું સેવન કરો. અને આનું સેવન તમારે રાત્રે સુતા પહેલા કરવાનું છે. આમ કરવાથી પહેલા દિવસથી તમને કબજિયાતમાં આરામ જોવા મળે છે, અને તમારા પેટના તમામ રોગ દુર થઈ જાય છે. એટલા માટે પેટની સમસ્યા વાળા રોગીએ તેનું સેવન જરૂર કરવું જોઈએ. તમારું પેટ સવારે પાણીની જેમ સાફ અને હળવું થઈ જશે.
આંતરડાની સફાઈ કરવાના અચૂક ઉપાય :
જાણકારી માટે જણાવી દઈએ કે લીંબુમાં રહેલા તત્વ આપણા પેટને સાફ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારું ખાધેલું સારી રીતે પચતું નથી, તો એના માટે તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવો. તેના સેવનથી તમારું પેટ સાફ થઈ જશે. અને સાથે જ તમારું વજન પણ ઓછુ થઈ જશે.
આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે ગેસ,કબજીયાત માટેનું રેચક શ્રેષ્ઠ ઔષધ હરડે ને બતાવ્યું છે. દરરોજ સવારે નરણા કોઠે 1 ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી સારો એવો ફાયદો થાય છે.
મિત્રો આપણે ભારતીય લોકો આપણી મોટાભાગની વાનગીઓમાં લસણનો ઉપયોગ કરીએ છીએ. અને તેમાં રહેલા સેલેનિયમ શરીરના રક્ત પરીસંચરણ, પાચન, પ્રતિરક્ષા પ્રણાલી ઉપર સકારાત્મક અસર કરે છે. માટે એનું સેવન આપણા માટે ફાયદાકારક છે.

Post ad 2

અન્ય ઉપાય છે વરીયાળીનો. મિત્રો વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાતની તકલીફ થતી નથી. આવી સમસ્યાઓથી બચવા માટે વરીયાળી સાથે સાકર કે ખાંડ વાટીને એનું ચૂરણ બનાવી લો. અને રાત્રે સુતી વખતે લગભગ ૫ ગ્રામ ચૂરણનું હળવા હુંફાળા પાણી સાથે સેવન કરો. પેટની સમસ્યા નહીં થાય અને ગેસ અને કબજિયાત દુર થશે.
એ સિવાય તમે રોજ રાત્રે ઊંઘવાના એક કલાક પહેલા દૂધમાં ઉકાળેલા ૧૧ સુકી દ્રાક્ષ ખુબ ચાવી ચાવીને ખાવ અને એ દૂધ પણ પી લો. આ પ્રયોગથી કબજિયાતની સમસ્યામાં તરત ફાયદો થાય છે.
નબળાઈ, હ્રદય અને આંતરડાનો વિકાર, નજલા એલર્જી :
જાણકારી માટે જણાવી દઈએ કે, શારીરિક નબળાઈ દુર કરવાં માટે ૨૫૦ ગ્રામ દુધમાં ૧૦ સુકી દ્રાક્ષ ઉકાળો પછી દુધમાં એક ચમચી ઘી અને ખાંડ ભેળવીને સવારે પીવો. તેના ઉપયોગથી હ્રદય, આંતરડા અને લોહીનો વિકાર દુર થઈ જાય છે. અને તે કબજિયાત નાશક પણ છે.
તેમજ જે વ્યક્તિઓના ગળામાં સતત ખરાશ રહે છે, કે નજલા એલર્જીને કારણે ગળામાં તકલીફ રહે છે, એ લોકો સવાર સાંજ બન્ને સમયે ચાર-પાંચ સુકી દ્રાક્ષના બીજને ખુબ ચાવીને ખાઈ લો. પણ ધ્યાન રહે કે એને ખાધા પછી ઉપરથી પાણી પીવાનું નથી. તમે દસ દિવસ સુધી સતત આમ કરો. ફાયદો તમે જાતે અનુભવશો.
કબજિયાતનો અન્ય એક ઉપાય આ મુજબ છે. ગીલોયનું ઝીણું ચૂર્ણ ગોળ સાથે સરખા ભાગે ભેળવીને ૨ ચમચી સુતા સમયે સેવન કરવાથી કબજિયાતનો રોગ દુર થઈ જાય છે. તેમજ અજમો ૧૦ ગ્રામ, ત્રિફળા ૧૦ ગ્રામ અને સિંધવ મીઠું ૧૦ ગ્રામને સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. રોજ ૩ થી ૫ ગ્રામ આ ચૂર્ણ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી ઘણી જૂની કબજિયાત દુર થઈ જાય છે.
જાણકારી માટે જણાવી દઈએ કે, લીલા શાકભાજી અને ફળો જેવા કે પપીયું, દ્રાક્ષ, જામફળ, ટમેટા, બીટ, અંજીર, ફળ, પાલકનો રસ કે કાચા પાલક વગેરેનું સેવન કરો. તેમજ સુકી દ્રાક્ષને પાણીમાં પલાળીને રાખો અને રાત્રે એ સુકી દ્રાક્ષ ખાવાથી તે કબજિયાત દુર કરવામાં મદદ કરશે.
જો તમને કબજિયાત રહેતી હોય તો તમે અનુભવ કર્યો હશે કે, કબજિયાત દરમિયાન ઘણી વખત છાતીમાં બળતરા થવા લાગે છે. તેવામાં એસીડીટી પણ થઈ જાય છે. તો એના માટે સાકર અને ઘી ને ભેળવીને ખાલી પેટ ખાવું જોઈએ.
ઉપરાંત ઈસબગુલની ભૂકીને રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં કે પછી પાણીમાં ઘોળીને પણ પી શકાય છે. અળસીના બીજનો પાવડર પાણી સાથે લેવાથી અને બે સફરજન ખાવાથી પણ કબજિયાત દુર કરવામાં મદદ મળે છે.
કબજિયાત દુર કરવાં માટે લીંબુને પાણીમાં નાખીને પીવો, દુધમાં ઘી નાખીને પીવો, ગરમ પાણીમાં મધ નાખીને પીવો. તેમજ સવાર સાંજ ગરમ પાણી પીવાથી પણ કબજિયાત દુર કરવામાં ઘણી મદદ મળે છે.

તથા ખાવામાં લીલા પાંદડા વાળા શાકભાજી ઉપરાંત રેશાદાર શાકભાજીનું સેવન વધુ પ્રમાણમાં કરવું જોઈએ. તેનાથી શરીરમાં તૈલી પદાર્થોમાં વધારો થાય છે. અને ચીકાશ વાળા પદાર્થો પણ કબજિયાત દરમિયાન લેવા સારા રહે છે.
જણાવી દઈએ કે ગરમ પાણી અને ગરમ દૂધ કબજિયાતને દુર કરે છે. રાત્રે ગરમ દૂધમાં એરંડિયાનું તેલ નાખીને પીવાથી કબજિયાત દુર કરવામાં અસરકારક છે.
આ રીતે અસરકારક કુદરતી ઉપચાર અને આયુર્વેદિક ઉપચાર દ્વારા કબજિયાતની સમસ્યા કાયમી રીતે દુર કરી શકાય છે.

દર રવિવારે આયુર્વેદિક માહિતી મેળવવા માટે જોડાયેલ રહો મોરબી ન્યુઝ સાથે..

નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો..


રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) : 97 22 666 44 2

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat