Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : કમરનો-સાંધાનો દુઃખાવો, લોહીની ઉણપનો સચોટ ઉપાય….

0 174
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

શારીરિક નબળાઈ, કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો, લોહીની ઉણપ અને વજન વધારવાનો સચોટ ઉપાય
    નમસ્કાર મિત્રો, તમારા બધાનું દર રવિવારે પ્રકાશિત થતી આયુર્વેદિક જીવનશૈલી કોલમના લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવ્યા છીએ, જેના સેવનથી તમારી શારીરિક શક્તિની સાથે સાથે કમરનો દુ:ખાવો, સાંધાના દુ:ખાવામાં પણ તમને રાહત મળશે. અને આ નુસખો શરીરમાં લોહીની કમીને દુર કરવામાં પણ ઘણો ઉપયોગી છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આના માત્ર ૪ દાણા ખાવા શારીરિક નબળાઈ, કમરનો દુ;ખાવો, સાંધાનો દુ:ખાવો, લોહીની ઉણપ અને ઓછું વજન હોવાની સમસ્યાનો સચોટ ઉપાય છે. અને એ વસ્તુ છે સુકી દ્રાક્ષ.
ધ્યાનમાં રાખો આ વાત.
ડાયાબીટીસના દર્દી તેના ઉપયોગથી દુર રહે. તેના સેવન દરમિયાન ખાંડનો ઉપયોગ થોડો ઓછો કરી દો.

જરૂરી સામગ્રી :
૧. ૧૦૦ ગ્રામ સુકીદ્રાક્ષ
૨. ૧૦૦ ગ્રામ મધ
૩. ૨૦ ગ્રામ અશ્વગંધાનો પાવડર
મિશ્રણ બનાવવાની રીત :
આ મિશ્રણ બનાવવા માટે એક વાસણમાં મધ નાખીને તેમાં અશ્વગંધાના પાવડરને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં સુકી દ્રાક્ષ નાખીને એવી રીતે હલાવો કે તે મધ અને અશ્વગંધામાં સારી રીતે પલળી જાય. અને પછી આ મિશ્રણને એક કાંચના વાસણમાં ઢાંકીને મૂકી દો. તેને બે દિવસ માટે મૂકી રાખો. બે દિવસ પછી તમારી ચમત્કારી ઔષધી તૈયાર છે.
જણાવી દઈએ કે, સવારે ખાલી પેટ નીચે જણાવ્યા ઉપર મિશ્રણમાંથી ચાર દાણા સુકી દ્રાક્ષ ખાવી આરોગ્ય માટે ઘણું ફાયદાકારક રહે છે. કારણ કે સુકી દ્રાક્ષમાં પુષ્કળ પ્રમાણમાં આયન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર મળી આવે છે. જે આપણા શરીર માટે ઘણા ગુણકારી હોય છે. સાથે જ તેમાં દુધમાં રહેલા તમામ તત્વ પણ રહેલા હોય છે.

Post ad 2

સેવન કરવાની રીત અને એના ફાયદા :
આનું સેવન કરતા પહેલા તમે એને થોડું હલાવી લો, જેથી એક બીજા સાથે ભળી જાય. ત્યારબાદ એમાંથી ચાર દાણા સુકી દ્રાક્ષ કાઢીને સવારે ખાલી પેટ રોજ સેવન કરો. તેનું સતત સેવન કરવાથી શારીરિક શક્તિ વધે છે. અને જો કમરનો દુ:ખાવો છે, તો તે પણ ઠીક થઇ જાય છે. સાથે સાથે લોહીની કમી અને સાંધાના દુ:ખાવા વગેરે દુર થઈને શારીરિક એનર્જી મળે છે.
વજન વધારવા માટે :
જો તમારું વજન ઓછું છે અને તમે વજન વધારવા માંગો છો, તો સવારના સમયે લગભગ ૨૫ થી ૩૦ સુકી દ્રાક્ષને ગરમ પાણીથી ધોઈને સાફ કરી લો. પછી તેને કાચા દુધમાં નાખી દો. હવે અડધા કે એક કલાક પછી એ સુકી દ્રાક્ષને દૂધ સાથે ગરમ કરીને ખાવ અને ઉપરથી એ દૂધ પી લો. તેનાથી શરીરમાં લોહી વધે છે, ઠંડક દુર થાય છે, જૂની બીમારી, વધુ નબળાઈ, યકૃત/લીવરની ખરાબી અને ખાવાનું ન પચાવાની તકલીફ પણ દુર થાય છે.
સુકી દ્રાક્ષના ૭ ફાયદા :
ઉર્જા વધારે : જણાવી દઈએ કે, સુકી દ્રાક્ષમાં રહેલ ક્રકટોસ અને ગ્લુકોઝ શરીરને વધુ પ્રમાણમાં ઉર્જા પૂરી પાડે છે. એટલે કે જરૂરી પ્રમાણમાં તેનું સેવન કરવાથી નબળાઈ નથી આવતી અને વજન પણ વધે છે.
લોહીની ઉણપ દુર કરે : શરીરમાં રહેલી લોહીની ઉણપ દુર કરવા માટે પણ સુકી દ્રાક્ષ ખાવામાં આવે છે. સુકી દ્રાક્ષમાં વિટામીન બી કોમ્પ્લેક્ષ મળી આવે છે. આથી સુકી દ્રાક્ષ શરીરમાં લોહીના પ્રમાણને વધારે છે.

Post ad 3

કબજિયાત દુર કરે : સુકી દ્રાક્ષ ખાવાથી કબજીયાતના દર્દીઓને આરામ મળે છે. જો તમારા ઘરમાં કોઈને કબજીયાત છે તો તેને સુકી દ્રાક્ષ જરૂર ખવરાવો.
ઈમ્યુનિટી વધારે : જણાવી દઈએ કે, સુકી દ્રાક્ષમાં તે બધા પોષક તત્વ મળી આવે છે જે ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર હોય છે. ઠંડીમાં રોજ તેનું સેવન કરવાથી બેક્ટેરિયા અને ઇન્ફેકશન (સંક્રમણ) સામે લડવામાં મદદ મળે છે.
એનીમિયાથી બચાવે : સુકી દ્રાક્ષમાં આયન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આથી રોજ પાણીમાં પલાળેલ સુકી દ્રાક્ષ ખાવાથી શરીરમાં લોહી વધે છે, અને આવી રીતે એનીમિયાથી પણ આપણો બચાવ થાય છે.
વજન વધારે : વજન વધારવા માટે પણ સુકી દ્રાક્ષનું સેવન કરવામાં આવે છે. ઉંમરના હિસાબે જો તમારું વજન ઓછું છે તો સુકી દ્રાક્ષ ખાવ. જલ્દીથી તમારું વજન વધવા લાગશે.
પોષક તત્વ આપે : જાણકારી માટે જણાવી દઈએ કે, સુકી દ્રાક્ષ ખાવાથી લોહી બને છે. તેમજ તે વાયુ, પિત્ત અને કફ દોષ દુર કરે છે, અને તે હ્રદય માટે ઘણું લાભદાયી હોય છે. સુકી દ્રાક્ષ ઉર્જા અને બીજા જરૂરી પોષક તત્વોનો સમૂહ સ્ત્રોત છે. બજારમાં મળતી સુકી દ્રાક્ષના જુદા જુદા પ્રકાર છે. તેમાંથી અમુક છે, સુલ્તાજ, મેલેગા, જાંટે, કરેટ, મસ્કટ અને થોમ્પસન બીનલેસ. દર રવિવારે નવી-નવી આયુર્વેદિક માહિતી મોરબી ન્યુઝ માં મુકવામાં આવશે..
આયુર્વેદિક જીવનશૈલી ના ગ્રુપમાં જોડાવવા માટે આપનું નામ અને HEALTH લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરવો.


રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) 97 22 666 44 2


Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat