Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : “વિરૂદ્ધ આહાર બાળ તંદુરસ્તી”

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

?

? આયુર્વેદ શાસ્ત્ર છે. તે અનાદી છે. ત્રિકાલાબાધિત છે.જે સૃષ્ટી ની સમગ્ર માનવ જાતિ ને માર્ગદર્શન કરેછે તેથી તે શાસ્ત્ર છે. સૃષ્ટી ની ઉત્પતિ થઈ ત્યારથી આયુર્વેદ ની ઉત્પતિ થઈ હોવાથી તે અનાદી છે.  તેના શબ્દો માં છેલ્લા પાંચહજાર વર્ષો માં કોઈ ફેરફાર હજુ સુધી થઈ શક્યો નથી, તેથી ભવિષ્યમાં ફેરફારની શક્યતા નથી તેથી તે ત્રિકાલાબાધિત છે.   તેથી તંદુરસ્તી જાળવવા અને થયેલા દર્દ ને દૂર કરવા માટે આયુર્વેદના શબ્દો નું પૂરેપૂરું અનુસરણ કરવું તેમાંજ આપણું ડહાપણ છે.

?

? વિરુદ્ધઆહાર ની સમજ એ આયુર્વેદ ની એક અનોખી દેન છે.આજનું આધુનિક સંશોધન ને સંસાધનો થી ભરપૂર વિજ્ઞાન હજુ સુધી આયુર્વેદ ની આ સમજણ સુધી પહોંચી શક્યું નથી તે મોટી નવાઈ છે. જે વાત આપણા ગામડા નો અભણ પણ સમજે છે. 

Post ad 2
?

? હું પાંચ- સાત વર્ષ નો હતો ત્યારે મારી દાદી કહેતી કે રાત્રે દહીં, ડુંગળી કે દૂધ ને ખટાશ ખવાય નહિ …. તેનાથી વિકાર આવે.જે આયુર્વેદ ની વિરુદ્ધાહાર ની વાત છે.       •  બાળકો ને વિરુદ્ધાહાર આપશો નહિ. દૂધ ને ફળ ઓછામાં ઓછા બે કલાક ના અંતરે આપો. વિરુદ્ધાહાર થી ચામડીના રોગો અને નપુસંકતા પણ થઈ શકેછે. 
•  જો પરહેજ પાળવામાં આવે તો દવા ની શું જરૂર? પરહેજ થી જ દર્દ દૂર થઈ શકેછે.

?

? આવતા નવા તાવમાં ને શરદી, ખાંસીમાં, ચામડીના રોગોમાં દૂધ ને દૂધ ની બનાવટ ને મીઠાઈ આપશો નહિ.જરૂર જણાયે ફેમીલી વૈદ્ય પાસે સારવાર લેવી. રોગની કરતાં રોગના કારણ ની સારવાર કરવા ઉપર ધ્યાન વધુ આપવું. દર્દ ને દબાવવું નહિ. જેમકે સામાન્ય રીતે તાવ નું મુખ્ય કારણ અપચો હોયછે. તેથી તાવના દર્દીને માટે લંઘન ને સૂંઠ- ધાણાથી ઉકાળેલું પાણી મહત્વનું છે. તેના બદલે તાવ ને દબાવાનારી સારવાર લેવાથી શરદી, અપચો, પાંડુ, કમળો ને લકવો પણ થઈ આવેછે.

?

? પાચન સુધાર્યા વિના ઝાડા અટકાવવાથી મરડો, અપચો, ગેસ, આફરો, આમળ જેવા રોગો થાયછે. 
•  બાળકોના નખ, દાંત, આંખ, કાન, ગુહ્યાંગ સ્વચ્છ રહે તેની કાળજી લેવી. 
• બાળકને બિસ્કીટ, બ્રેડ કે બજારુ તૈયાર પડીકા ના નાસ્તા કે ચોકલેટ, નમકીનની ટેવ પાડો નહિ. જે નાસ્તા માં ક્ષાર, નમકનું પ્રમાણ જરૂરથી વધુ હોય તે શુક્રનો ક્ષય કરનાર બનેછે. બાળકોને નાસ્તામાં ઘઉં, બાજરી, ઘી, ગોળ, ચણા, સીંગ, મગ નું વિશેષ પ્રમાણ હોય તેવી વસ્તુ આપવી. 
• બાળકની બુદ્ધિશક્તિ વધારવા ને શરદીના રોગો થાય નહિ તે માટે નાકમાં દરરોજ ગાયના ઘી ના બે થી ત્રણ ટીંપા  નાખો. 
• બાળકના દાંતની તંદુરસ્તી માટે મીઠાના પાણીના કોગળા કરવાની ને તલ નું તેલ દાંત ઉપર ઘસવાની ટેવ પાડો. 
•  કાનનો મેલ કાઢવા કાનમાં સળી નહિ પરંતુ સરસવતેલ કે તલના તેલના કાન માં ટીંપા પાડવા. કાનમાં પાણી નાખીને કાન સાફ કરવો નહિ. કાનમાં રૂ રાખવું. 
•  આંખના સ્વાસ્થ્ય માટે ગાયનું દૂધ, ગાયનું ઘી, લીલા શાકભાજી, ગાજરનો રસ, મેથી, ડોડી, પાલખ કે તાંદલજાની ગાયના ઘી માં બનાવેલી ભાજીનો વધુ ઉપયોગ કરવો. મોબાઈલ, ટી,વી કે કોમ્પ્યુટરનો વધુ પ્રમાણમાં ઉપયોગ, રાત્રીના અંધારામાં ઉપયોગ એ આંખ માટે હાનીકારક છે.આંખને વારંવાર ઠંડા પાણીથી ધોવાની ટેવ પાડવી સારી છે. વધુ વાંચવાથી કે જોવાથી આંખ ખેંચાય તો આંખની તેના નિષ્ણાત પાસે તપાસ કરાવવી.
• બાળક ને ના સંભાળવાની ટેવ પાડો. જાતે મહેનત કરવી. નિયમત વ્યાયામ, આસન, પ્રાણાયામ, સુર્યનમસ્કાર કરવાની ટેવ પાડો. બાળકને આ બધું નિયમિત કરવાની ટેવ પડાવવા માતા કે પિતા એ પણ તે- તે નિયમિત કરવું જોઈએ.
•  પ્રકૃતિ પ્રેમ, પ્રભુ પરનો વિશ્વાસ, સત –પ્રભુ તરફ લઇ જાય તેવા સાહિત્ય વાંચનની ટેવ પડવી જોઈએ. 
•  બાળકોને મારશો નહી. ધમકાવશો નહી.ઈશ્વર અને માતા- પિતા સિવાય કોઈની બીક બતાવશો નહિ.બુદ્ધીપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરવો. સુખ, દુઃખ કે આનંદના સમાચાર પ્રથમ ભગવાનને આપવાની ટેવ પાડવી. 
•  બાળકની માનસિક તંદુરસ્તી માટે દરરોજ સૂતા પહેલા તેજસ્વી જીવન ચરિત્રોની વાર્તા કહો. સુતી વખતે કે સવારે એકાદ ગીત – ભજન માતા કે પિતા ગાઈને બાળકને સંભળાવો.
•  બાળકને દિવસભરની સ્ફૂર્તિની ભેટ આઞપવા સવારમાં સંસ્કૃત શ્લોકો કે તેના તેજસ્વી ભાવિને યાદ કરીને માનભેર જગાડો. 
• બાળક એ ઈશ્વરની અણમોલ ભેટ છે. તેને સાચવી, સંભાળી, ઉન્નત બનાવવાની જવાબદારી ભગવાને સોંપી છે તેમ સમજી તેને સ્વાસ્થ્ય ને સંસ્કાર આપવા જોઈએ. 


રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) – 97 22 666 44 2

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat