Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : બાળકોને થતો રોગ કાકડા

0 106
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

કાકડા એ બાળકોને થતો સર્વ સામાન્ય અને વ્યાપક રોગ હોવા છતાં તે ક્યારેક કોઈ મોટી ઉંમરની વ્યક્તિને પણ થતાં જોવામાં આવે છે આ રોગ થાય કે તરત જ તેને કપાવી નાખવાની સલાહ આપવામાં આવે છે તે ઈચ્છનીય નથી કારણ કે તેનાથી કાકડા થવાનું કારણ દૂર થતું નથી અમે બીજી દૂરગામી અસર કરનારા પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

આયુર્વેદ નેચરોથેરાપી હોમીયોપેથી દ્વારા કેવળ દવાથી હજારો કેસો સારા થવાના આંકડા મળી શકે છે નિસર્ગોપચારક શ્રી ધર્મચંદ્ર શરાબગીનું કહેવું છે કે “મે ટોન્સિલ ના સેંકડો દર્દીને વિના ઓપરેશને સારા થતાં જોયા છે.”

રીડર્સ ડાયજેસ્ટ નામના વિશ્વવ્યાપી વિખ્યાત સામયિકમાં પ્રગટ થયેલું કે બાળકોના કાકડા કાપવાથી તેની જીવન શક્તિ નષ્ટ થઈ જાય છે.

ઇટાલીના ડોક્ટર નોસેન્ટ અને ગાઈડો કોલ્ડોરોલીનું સંશોધન છે કે ટોન્સિલ વિનાના લોકોમાં પુરુષત્વની કમી થઈ જાય છે. થોડા વર્ષો પહેલા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના લોકોએ અનુભવ કર્યો છે ગયા કાકડા કાપવાથી પુરુષત્વ માં કમી આવે છે તેથી તેમાં ઊંડું સંશોધન કરવા કેટલાક લોકો લાગી ગયા.

1973માં કોલ્ડોરોલીના વૈજ્ઞાનિકોએ આ ખતરાને લોકોની સામે દરિયો અને ઈટાલીમાં એક ખાસ સમિતિની સ્થાપના થઈ 10 વિદ્વાનોએ પોતાના ગ્રેટ બ્રિટન યુનાઇટેડ સ્ટેટ્સના લાખો પુરુષોને તપાસ કરી. સંશોધનનું પરિણામ જ્યારે એકત્રિત કરવામાં આવ્યું ત્યારે આશ્ચર્યજનક નવું રહસ્ય છતું થયું. જાણવા મળ્યું કે જે પુરુષોના કાકડા કાપવામાં આવ્યા હતા તે સદાય થાકનો અનુભવ કરતા હતા અને પુરુષત્વની કમીને કારણે જાતીય સુખમાં પણ ઉણપ ભોગવતા હતા. યુદ્ધના સમયમાં તપાસવામાં આવ્યું તો જે જે જવાનોના કાકડા કપાયેલા હતા તે બંદુક ચલાવવામાં નબળા હતા.

અમેરિકાના સાયન્સ ડાઈજેસ્ટ ના અહેવાલ પ્રમાણે કાકડા રોગપ્રતિકાર કોષો ઉત્પન્ન કરવામાં અને રોગો સામે રક્ષક દિવાલ બનવાનું કામ કરે છે.

આ બધા ઉપરથી એમ કહી શકાય કે કાકડા કપાવવા એ અવૈજ્ઞાનિક પ્રક્રિયા છે.કાકડાના ઉપાય આયુર્વેદમાં આપવામાં આવેલા છે જે મૂળગામી છે. જોકે આયુર્વેદમા પણ કાકડાના ઓપરેશન નો સ્વીકાર થયેલો છે. પણ તે ખુબજ એકયુટ અવસ્થામાં. શલ્ય ચિકિત્સાના આદ્ય અને સર્વોત્તમ ગ્રંથ સુશ્રુત સંહિતાના નિદાન-44 મા કંઠરોગ કે તાલુરોગના નિદાનમાં કાકડાના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. તેમાં સાદા શરૂઆતના કાકડાનું નામ છે તંડુકેરી અને તીવ્ર અવસ્થાએ પહોંચેલા કાકડાનુ નામ છે અધૃષ જેને ટોન્સિલાઇટિસ અથવા પેલેટાઇટિસ કહીએ છીએ. તેના શ્લોકનો અર્થ છે તાળવા માં લોહી બગડવાથી થયેલી પીડા વાળો અને તાવડો લાલ રંગનો કઠણ સોજો અધૃષ સમજવો.

આયુર્વેદે કાકડા ને મુખ્યત્વે તો કફનો રોગ માન્યો છે અને તે કારણે તે કફપ્રકૃતિવાળા બાળકોમાં સવિશેષ જોવામાં આવે છે. તે મોટાભાગે વધુ વરસાદ કે ભેજવાળો અથવા નદી કિનારો કે સમુદ્રતટ વાળા પ્રદેશમાં વધુ થાય છે. વસંત હેમંત જેવી કફકર ઋતુમાં સવિશેષ થાય છે. ગળું પણ કફનુ સ્થાન હોવાથી ગળામાં મોટાભાગના રોગો કફથી થનારા હોય છે. કાકડામાં કફ ઉપરાંત આમ, રક્તદોષ અને પાક થતો હોય તો પરૂ પણ કારણભૂત હોય છે.

ગળામાં બંને તરફ બોરના ઠળિયા જેવડા કાકડા દરેક વ્યક્તિમાં હોય છે જ. કારણકે તે શરીર માટેનુ જરૂરી અંગ છે સુક્ષ્મગ્રંથીઓ એકઠી મળીને થયેલા આ કાકડા રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. ન કફેન વિના શોથ – કફ વગર સોજો નહીંએ આયુર્વેદિય સૂત્ર પ્રમાણે ગળામાં બંને તરફ કપાસના જીવડા જેવા સોજામાં વધેલો આમાંશયનો કે મો નો કફ એકઠો થયેલો હોય છે. એટલે કાકડા થી બચવું હોય કે થયેલા કાકડા મટાડવા હોય તો કફકારક આહાર વિહારનો ત્યાગ કરવો તે અનિવાર્ય છે.

ઠંડો,ચીકણો,પ્રવાહી, ગળ્યો, ખાટો, ભારે ખોરાક વધુ ખાવાથી તેને પોષણ મળે છે.

તેથી દહીં, ગોળ, કેળા, ધી, દુધમાખણ, તલ સાકડી, શેરડી, ટમેટા, મીઠાઈઓ, બધા ફળો, આઇસ્ક્રીમ, બરફનો પાણી, ફ્રિજનું પાણી, બરફના ગોળા-  ગુલ્ફી વગેરેનો ત્યાગ કરવો જ જોઈએ. માથા બોળસ્નાન, વરસાદમાં પલળવું, વધુ  જળના, તીખું – કડવું – તુરુ ન ખાવાની આદત, કોગળા- દાંતણ ન કરવાની ટેવ, દિવસની ઊંઘ વધુ પડતી ઊંઘ, જોરથી બોલવાની કે રડવાની આદત,મોં ખુલ્લું  રાખીને સૂવાની આદત વગેરે પણ કાકડા પેદા કરે છે કે ઉશ્કેરે છે. સુખી લોકોની જીવન પદ્ધતિ પર કફકારક હોવાથી તેમના બાળકોને કાકડા થતા વધુ જોવામાં આવે છે.શરદી, તાવ, ઉધરસ અને શ્વાસ ને દબાવવાની દવાથી પણ કાકડા થઈ શકે છે કે વધી શકે છે. કાકડા કફજન્ય રોગ હોવાથી તેમાં જંતુ  થવાની શક્યતા છે અને તેમાં જંતુઘ્ન દવા આપી દબાવી દેવાથી મૂળ કારણ દુર ન થતા સરવાળે પ્રતિક્રિયા કે વિક્રિયા જન્મે છે અને સરવાળે દર્દીનો અહિત થાય છે. કાનના પરુ માં કાકડા કપાવવા મા આવે છે. પરંતુ તે બંને રોગનું કારણ કફ અને આમ દૂર ન થતા તેમાં સરવાળે કશું પરિણામ નથી આવતું.

Post ad 3

ગળામાં સખત દુખવું,ખરેરી પડવી, સતત ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઊંઘમાં ગળામાંથી અવાજ આવું, માથામાં દુખાવો થયો, કાન માં દુખવું,સાંધામાં દુખાવો થવો, મોળઆવવી, વારંવાર શરદી થવી, મંદાગ્નિ થવો અને ૧૦૧ જેટલો તાવ રહ્યા કરવો તે કાકડા માં પાક થવા ના લક્ષણ છે. તેની તરત સારવાર કરવી. જો બાળક ઔષધ ન લેતું હોય તો પથ્ય ન પાડતો હોય  તેના કાકડા નાછૂટકે કપાવી નાખવા‌.

કાકડાનું હજારો દર્દી પર અનુભવેલું ઔષધ છે હળદર તેનો ઉપયોગ આ રીતે કરવો.:

હળદર નું તાજું ચૂર્ણ મધમાં કે ખાંડના પાણીમાં દિવસમાં ત્રણ ચાર વખત ચડાવવું.

મધ મા હળદર મેળવી તેની પીછી ગળામાં લગાડ્યા કરવી.

ગળામાં કાકડા પર હળદરના ગરમ પાણીમાં કોગળા કરાવવા.

 લીલી હળદરના ટુકડા ચુસાવવા.

 ભોજનની બધી જ વાનગી માં શક્યતા અનુસાર હળદર વધુ નાખવી અને જમવામાં લીલી હળદર વધુ ખવડાવી.

 લીલી હળદરનો રસ કાઢી મધ મેળવીને પાવો.

ગળા બહાર ગરમ કરેલી હળદરનો પાણીમાં લેપ કરવો.

હળદરની ધુમાડી પણ આપી શકાય.

 ચપટીમાં હળદરનો પાવડર લઈ ગળામાં અંદર કાકડા પર દબાણ આપવુ.

આ ઉપરાંત વિવેકપૂર્ણ  હરડે, જેઠીમધત્રિકટુ, ત્રિફળા, ત્રિફળા ગુગળ, કાંચનાર ગુગળ, બાલચાતુભૅદ્વ ચૂર્ણ કે મૃગ શૃંગ ભસ્મ મધમાં ચટાડવી શકાય કે પાણીમાં પીવડાવી શકાય. સિતોપલાદી ચૂર્ણ મધમાં ચટાડી શકાય કે પાણીમાં પીવડાવી શકાય. ખદિરાદી વટી, યષિટમધુ વટી કે મરીચ્યાદી વટી ચુસાવી શકાય. રસવંતી, લેપ ગુટી, દશાંગ લેપ, દોષધ્ન લેપ વગેરેનો ગળામાં બહાર લેપ કરી શકાય‌.

રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) 97 22 666 44 2

Comments
Loading...
Share This
WhatsApp chat