આયુર્વેદિક જીવનશૈલી : અષાઢ મહિને આદુ ખાવાના ફાયદા વિષે જાણો…




?અષાઢ મહિના માં ભગવાન સૂઈ જાય તે મધુરી કલ્પના માં વિહાર કરીએ તો…… આપણા શરીર ના અગ્નિ… વૈશ્વનાર ને શ્રીમદ્ ભગવત ગીતા માં ભગવાન કહ્યા છે. જો ભગવાન સૂઈ જાય એટલેકે અગ્નિ શાંત થાય તો માણસ નું મૃત્યુ થાય. તેથી આયુર્વેદે આદુ ને અગ્નિ ની ઉપમા આપી છે જે ચોમાસા ના ચાર મહિના શરીર માં ભગવાન ની જવાબદારી સંભાળી શકે.
? આદુ ગરમ છે, વર્ષા ઋતુ માં ગરમી- પિત્ત શરીર માં ભેગું થાય, સંચય થાય. તેથી ગરમ ખોરાક લેવાય નહિ. પરંતુ વર્ષા ઋતુ માં અગ્નિ મંદ- નબળો પડે ને આખાય વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ આ ઋતુ માં થાય. તેથી વાયુ ના શમન માટે ને અગ્નિ ને પ્રજ્વલિત રાખવા માટે, અપચો, અપેન્ડીસાઈટીસ, શરદી જેવા દર્દ દૂર કરવા માટે … આદુ- સુંઠ, ગંઠોડા, અજમો, કાળા મરી જેવા દ્રવ્યો યોગ્ય અનુપાન સાથે અચૂક લેવા જોઈએ. તેથી એમ કહી શકાય કે…. આદુ ખાઈ ને અષાઢ મહિનો જે કોઈ કાઢે, તેની પાસેથી રોગ ચપટી માં ભાગે.વર્ષા ઋતુ ના દિવસો માં આપણે સ્વાર્થ સાથે પરમાર્થ નું કામ કરવું હશે તો આદુ ખાઈ ને જ મંડવું પડશે.
? આદુ તીખું છે, ગરમ છે, કફ ને વાયુ નો નાશ કરનાર છે, ભૂખ લગાડે, ખોરાક પ્રતિ રૂચી લગાડે, … કફ, શરદી, તાવ, ઉધરસ, વા, આમવાત, કબજિયાત, અપચો, ગેસ, શ્વાસ, સોજા, પેટ નો દુખાવો, ઝાડા, મરડો, કમળો, … આ બધાજ રોગો અને લક્ષણો મટાડનાર છે.
? આદુ તીખું ને ગરમ હોવા છતાં તે પાક માં મધુર અને ઠંડુ છે તેથી વરસાદ અને ઠંડી ની ઋતુ માં ગરમી થી થતાં રોગો જેવા કે… બળતરા, ચક્કર આવવા, એસીડીટી, લોહી પડવું, મળ માર્ગે લોહી પડવું, મસા, ભગંદર જેવા રોગો માં પણ નુકશાન કરનાર નથી પરંતુ નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી પુટપાક સ્વરસ અને યોગ્ય અનુપાન થી આપવામાં આવે તો ઉત્તમ પરિણામ મેળવી શકાય છે.
? ભોજન પહેલા આદુ ને નમક કચરી ને ખાવાથી કકડી ને ભૂખ લાગેછે.ખોરાક પ્રતિ રૂચી ઉત્પન્ન થાયછે. ખાધેલું પચેછે, અપાન વાયુ ની સવળી ગતિ થાયછે. ખોરાક માં થી કાચો રસ- આમદોષ બનતો નથી. તેથી શરદી, ગેસ, પેટ નો દુખાવો, કબજિયાત જેવા રોગો થતાં નથી અને થયા હોય તો મટે છે.
? રોગપ્રતિકાર શક્તિ વધારવા અને તાવ ઉતારી ગયા પછી ફરી શક્તિ મેળવવા દરરોજ સવારે આદુ ના રસ માં લીંબુ રસ ને નમક પાણી સાથે એક કપ પીવું. …. આવી રીતે વર્ષાઋતુ ને શિશિર ઋતુ માં પીવાથી અપચો, આમદોષ, અરુચિ, મંદાગ્નિ મટે છે, ગેસ થતો નથી, ખાલી ઓડકાર બંધ થાયછે, વાયુ ને કબજિયાત દૂર થાયછે.
? માત્ર આદુ નો રસ ને પાણી પીવાથી હૃદય નું ભારેપણું, હૃદય નો દુઃખાવો, ખરાબ કોલેસ્ટેરોલ તથા અન્ય આમદોષ ને કૃમિ જન્ય રોગો માં લાભ થાય છે.
? નાભિ ફરતે બાંધેલા લોટ ની પાળ બનાવી તેમાં આદુનો રસ ભરી રાખવા થી મુશ્કેલી થી મટતા ઝાડા, મરડો, ઉલટી, પેટ નો દુખાવો મટે છે. આદુ ના રસ માં હિંગ, કર્પૂર ઉમેરી ને અડધો કલાક રાખી શકાય.
? આદુ ને ગોળ ભેગું કરી તેની પોટલી બનાવી તેના રસ ના ૨-૨ ટીંપા નાક માં નાખવાથી આધાશીશી નામનો માથા નો દુઃખાવો, હેડકી મટે છે.
? આદુ રસ, લીંબુ રસ ને મધ સરખે ભાગે લઈ તેમાં ચપટી લીંડીપીપર ઉમેરી ને પીવાથી કફ- વાયુ થી થતી ઉધરસ મટે છે.
? આદુ ને ફુદીના નો ઉકાળો પીવાથી તાવ પરસેવો વળીને ઉતરે છે.
? આદુ વીર્ય વધારનાર છે. તાકાત મેળવવા આદુપાક ખાઓ.
? આદુ રસ ને ડુંગળી નો રસ એક-એક તોલો મેળવી ને પીવાથી ઉલટી મટે છે.
?આવું બધી જ રીતે ઉપયોગી, બધીજ ધાતુ વધારનાર, વીર્ય વધારનાર આદુ એ માણસ ને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ મેળવવા માટે ઉત્સાહ, શક્તિ, સ્ફૂર્તિ ને ચૈતન્ય આપનાર છે.
દર રવિવારે નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે મોરબી ન્યુઝ માં જોતા રહો.
આયુર્વેદિક જીવનશૈલી ના ગ્રુપમાં જોડાવા માટે HEALTH MORBI લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરવો. ……..
રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) 97 22 666 44 2



