Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી : જાણો દાદરની અકસીર વનસ્પતિ ચક્રમર્દ વિષે…

0 100
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews


આપણે વાતવાતમાં તૈયાર પેટન્ટ દવાઓ લેવા દોડીએ છીએ અને રોગ મટાડવા પ્રયત્ન કરી છીએ, પરંતુ આપણી આજુબાજુમાં થતી તાજી વનસ્પતિ વાપરવાનો વિચાર પણ આવતો નથી. એલોવીરા વિશ્વમાં પ્રખ્યાત થઈ અને સાથે સાથે મોંઘી પણ થઈ છતાં આપણે આંગણે ઉભેલી એલોવીરા-કુંવારપાઠાનો ઉપયોગ કરવાનો વિચાર પણ કરતાં નથી. આવી જ એક વનસ્પતિ છે. ચામડીના રોગોમાં સુંદર કામ આપે છે જેનું નામ છે કુવાડીયો.

Post ad 2

સહેલાઈથી મળી શકે તેવી વનસ્પતિમાં આવે છે કુવાડીયો. સંસ્કૃતમાં એને ચક્રમર્દ કહે છે. ભારતમાં દરેક જગ્યાએ થાય છે. અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં ખાલી પડેલા પ્લોટોમાં પુષ્કળ પ્રમાણમાં કુવાડીયો જોવા મળે છે. ચોમાસામાં કમર સુધીનો છોડ કુદરતી રીતે જ ઉગી નીકળે છે. કુવાડીયાને પાતળી શીંગો થાય છે. શીંગોમાં મેથીના દાણા જેવા ૨૦થી ૩૦ બીજ નીકળે છે. એ બીજ એકઠાં કરીને રાખી મુકવામાં આવે છે. આ બીજ ગાંધીને ત્યાં પણ મળ છે. એ કેટલાં જુના હશે એ તો ઈશ્વર જ જાણે. જેને રસ હોય તેમણે કારતકમાં બીજ એકઠા કરી લેવા જોઈએ. આ બીજ છાશ અથવા લીંબુના રસમાં લસોટી મલમ બનાવી દાદર પર નિયમિત લગાવવાથી ઊંડા મૂળવાળી દાદર પણ મટે છે. 

Post ad 3

દાદર જાણીતો અને શરમ છોડાવે તેવો ચીકણો રોગ છે. શિયાળામાં વધવાની શક્યતા રહે છે. સાથે મંજીષ્ઠાદિ ઘનવટી ૨ ગોળી બે વખત પાણી સાથે લેવી.
ચક્રમર્દનું બીજું નામ દદુ છે. દદુ હન્તિ ઈતિ. એટલે કે દદુન હરનાર દાદરને આયુર્વેદમાં દદુ કહે છે. દાદર અને ચામડીના ચકામાનું ખાસ ઔષદ ચક્રમર્દ છે. આ છોડને લેટિનમાં કેસિયાટોરા (Cassia Tora) કહે છે. ચક્રમર્દના બીજમાં એમોડીન તત્વ મળે છે. જે કાઈસોફેનિક એસિડને મળતું છે. મોડર્નમાં દાદર માટે ક્રાઈસોફેનિક એસિડ ખાસ વપરાય છે. પાનમાં કેથાર્ટિન મળે છે. વિરેચક છે. આયુર્વેદની દૃષ્ટિએ કુવાડિયો વાતપિત્તને હરનાર, હૃદય, રૃક્ષ, શીત, કફ, શ્વાસ અને ચામડીના રોગોમાં ખાસ ઉપયોગી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો ચક્રમર્દનો ઉપયોગ જાણતા હોવાથી અને સહેલાઈથી પ્રાપ્ત હોવાથી સારો એવો ઉપયોગ કરે છે. જ્યારે શહેરોમાં નજર સામે ચક્રમર્દ સુકાતું હોય છે. છતાં કોઈ સામુ એ જોતું નથી. જેથી એક અમૂલ્ય ઔષઘનો લાભ આપણે ગુમાવીએ છીએ. ગામડામાં કુંવાડીયામાંથી કોફી બનાવીને પીવે છે. સ્વાદ અસલ કોફીને ભુલાવી દે તેવો હોય છે. ચક્રમર્દના પાન અને સુકા બીજનો પાવડર કે તેમાંથી બનાવેલ ગોળીઓ ખાવા માટે વપરાય છે. અમુક વિસ્તારમાં પાનની ભાજી બનાવી ખવાય છે. કબજીયાતના દર્દીને ખૂબ જ અનુકુળ આવે છે.

આમ દાદર જેવા ચીકણા રોગમાં કુવાડીયો અતિ ઉપયોગી સાબીત થયો છે. બહુ જ સહેલાઈથી અને સરળતાથી પ્રાપ્ત આ વનસ્પતિનો લોકોએ આ રોગમાં ઔષધ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને કુદરતની બનાવટનો લાભ મેળવવો જોઈએ અને દાદર જેવા ઊડા મૂળવાળા રોગમાંથી છૂટકારો મેળવવો જોઈએ.
આવતા રવિવારે ફરી મળીશું એક નવી આયુર્વેદિક માહિતી સાથે ત્યાં સુધી રાજ પરમાર ને રજા આપશો…ધન્યવાદ


દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..


નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI  લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.
રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) – 97 22 666 44 2

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat