Billboard ad 1150*250

આયુર્વેદિક જીવનશૈલી નવા અંદાજમાં : તાવ થયો ગાયબ, જાણો વિગતે….

0 131
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews


    એ શિયાળાની અતિશય ઠંડી રાત્રે રાજકોટ શહેરની બહારની પટ્ટી પર એક ઝૂંપડપટ્ટીમાં ગરીબ બાપની દિકરી  તાવથી રખરખતી હતી.સરકારી દવાખાનું અત્યારે બંધ થઈ ગયું હશે અને અગાઉ લઈ લીધેલી દવા હવે ખતમ થઈ ગઈ હતી. માતા તો આ દીકરીની પહેલા જ ગુજરી ગઈ હતી અને બાપ દીકરીની આવી સ્થિતિ જોઈ ચિંતાતુર હતો.            

Post ad 2

બાપ પાસે મેડીકલમાંથી દવા લેવાના પૈસા નહોતા અને ઘરમાં દીકરીને ખવડાવી શકાય તેવી વસ્તુ પણ નહોતી. તે રાત્રે એક તો ઝૂંપડીના અનેક કાણામાંથી ઠંડો પવન વાતો હતો અને બીજી બાજુ આ ગરીબ બાપની આંખમાંથી પણ મજબૂરીને લીધે આંસું અટકતા નહોતા.
     

Post ad 3

તે રાત્રી તો લગભગ આમ જ નીકળી ગઈ પરંતુ બીજે દિવસે પણ હજુ તાવ ઉતર્યો નહોતો. સવાર પડી એટલે તે ગરીબ દીકરીનો મજબૂર પિતા કામ કરવા નીકળ્યો જેથી જે મજૂરી આવે તેમાંથી તે દીકરી માટે દવા અને ખાવાનું ખરીદી શકે.આખો દિવસની સખત મજૂરી બાદ તે પૈસા લઈને ઝૂંપડીએ પાછો ફરતો હતો ત્યાં રાજકોટના કેટલાક અસામાજિક તત્વોએ તેને લૂંટી લીધો.
     હવે તો આ બાપ ખિન્ન મુખે ઘરે પાછો ફર્યો.તે મજબૂર અને આંસુઓથી ભરપૂર આંખથી તેની દિકેરીને જોવા લાગ્યો.ઈશ્વરને કોસતો કોસતો તે દીકરીને આખી ઘટના કહી રહ્યો. આમ આ ઘટના સાંભળતા સાંભળતા દિકરીને ઉંઘ આવી ગઈ અને તેનો લાચાર પિતા જ્યાંથી મજૂરી મળી હતી તે શેઠ પાસે ગયો. ઠંડીની રાતમાં ઘસઘસાટ ઊંઘમાં આ ગરીબ પિતાનો અવાજ એ શેઠને થોડો સંભળાય. ત્યાંથી રડતો રડતો બાપ પોતાની દિકરીને તાવ છે તેમ કહેતો કહેતો પોતાના ઝુંપડી પર પાછો ફર્યો. આખી રાત ઊંઘ ન આવી. વહેલી સવારે એક નાનકડું જોકુ આવ્યું.      પછીના દિવસે સવારે ઉઠીને શુ જુએ છે…..તેની દીકરી તો તેની પહેલા ઉઠી તેના માટે ટિફિન તૈયાર કરી રહી હતી.બાપ કશું સમજી ન શક્યો એટલે તેને દીકરીને પૂછ્યું ત્યારે દીકરીએ કહ્યું કે,”આજે સવારે ઉઠી એટલે કોણ જાણે કેમ પણ મારો તાવ ઉતરી ગયો અને હું એકદમ સ્ફૂર્તિ અનુભવવા લાગી એટલે સવારમાં એક જગ્યાએ વાસણ ઉટકી આવી અને જે પૈસા મળ્યા તેમાંથી આ ટિફિન તૈયાર થયું.હવે મારી તબિયત એકદમ સારી છે.”પેલા ગરીબ માટે તો જાણે ઈશ્વરનો કોઈ ચમત્કાર હતો!

લાચાર પિતાએ પોતાની દિકરીને પૂછ્યું કે તું ક્યાં કામ કરીને આવી? દિકરીએ તેનું નામ અને સરનામું આપ્યું. પિતા તેને મળવા ગયા. તે વ્યક્તિ આયુર્વેદના જાણકાર હતા. પિતાએ પૂછતાં તેમણે જણાવ્યું કે આ ચમત્કાર ઈશ્વરનો નહિ પણ ઈશ્વરનિર્મિત આયુર્વેદશાસ્ત્રનો હતો.જે મુજબ વ્યક્તિને તાવ આવ્યો હોય ત્યારે જો તે એક કે બે દિવસ કઈ પણ ખાય નહિ અને પાણી ઉકાળેલું પીવે તો તાવ ઉતરી જાય છે અને વ્યક્તિનું શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે. ત્યારબાદ તે ભલા માણસે તેને તુલસીના પાનનો ઉકાળો પીવડાવાનું જણાવ્યું. અને ઉપવાસ કર્યા બાદ તાવ વાળી વ્યક્તિએ ભોજનમાં હળવો ખોરાક લેવાનું શુચવ્યું. અને તે ભલા માણસે તેમને સુદર્શન ઘન વટી, શમશમની વટી આ બન્ને ગોળી તેના ઘરમાંથી આપી અને કહ્યું કે આ ગોળી ત્રણ ટાઈમ આપવી..
કુદરતના ઘરે દેર છે પણ અંધેર નથી… પિતાને એમ થયું હતું કે મેં મજૂરી કરીને દવા માટે પૈસા લાવતો હતો તે ગયા પરંતુ કુદરતે પેલા ભલા માણસ દ્વારા તેની પુત્રીનો તાવ મટાડી દીધો.. 
આથી જો તમારે પણ જો આવા ઈશ્વરના ચમત્કાર અનુભવવા હોય તો ચાલો આયુર્વેદના માર્ગે!

“જો અનુભવવા છે                 ઈશ્વરના ચમત્કાર,            તો અપનાવવો પડશે                           આયુર્વેદનો ઉપચાર.”
અત્યારે બસ આટલું જ.આવતા રવિવારે ફરી મળીશું એક નવી આયુર્વેદિક માહિતી સાથે ત્યાં સુધી રાજ પરમાર ને રજા આપશો…ધન્યવાદ
દર રવિવારે એક નવા વિષય પરની આયુર્વેદિક માહિતી ફક્ત મોરબી ન્યૂઝમાં મુકવામાં આવે છે માટે જોડાય રહો મોરબી ન્યુઝ સાથે..
નવી નવી આયુર્વેદિક માહિતી મેળવવા માટે HEALTH MORBI  લખી 97 22 666 44 2 પર whatsapp મેસેજ કરો.


રાજ પરમાર (આયુર્વેદિક જીવનશૈલી) – 97 22 666 44 2

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat